સની લિયોનીના આ રહસ્યો જાણીને તમે ચોંકી જશો

અભિનેત્રી સની લિયોને ફિલ્મ ‘જિસ્મ 2’માં પોતાના અભિનયથી બોલિવૂડમાં જોરદાર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મથી તેને ભારતમાં એક અલગ ઓળખ મળી. સની લિયોનના પતિનું નામ ડેનિયલ છે અને તેણે ડેનિયલ સાથે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
સની લિયોનનો જન્મ 13 મે 1981ના રોજ કેનેડામાં એક પંજાબી પરિવારમાં થયો હતો અને તેનું બાળપણનું નામ કરણજીત કૌર વોહરા હતું.
સની લિયોને એક બેકરીમાં પણ કામ કર્યું છે. સની બાળપણમાં એથ્લેટિક્સ કરી ચૂકી છે અને છોકરાઓ સાથે ઘણી વખત હોકી રમી ચૂકી છે.
હીરોની વાત કરીએ તો સનીને આમિર ખાના ગમે છે અને જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે આમિર ખાનની ફિલ્મો જુએ છે.
સની ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેના પતિ સાથે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લે છે.