પતિની ગેરહાજરીમાં બળજબરીથી શરીર સબંધ બાંધી પતિ અને દિકરાને મારી નાખવાની ધાક ધમકી આપી…

ભાવનગર મહુવા પંથકના નેસવડ ગામના શખ્સે મિત્રતાનો ગેરલાભ ઉઠાવી મિત્રની પત્નીની એકલતાનો લાભ લઈ પતિ અને દિકરાને મારી નાખવાની ધાક ધમકી આપી અવાર નવાર મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજારતા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા પંથકમાં રહેતી એક બચરવાળ પરિણીતાએ મહુવા પોલીસ મથકમાં નેસવડ ગામના મુકેશ દુલાભાઈ મહીડા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખ્સે તેના પતિ સાથે મિત્રતા કેળવ્યા બાદ ગત તા. ૧૮.૭ના રોજ બપોરના આશરે દોઢ કલાકના અરસા દરમિયાન તેણીના પતિ મજુરી કામે ગયા હતા.
તે વેળાએ આવી તેણી તેના દિકરાને દુધ પિવરાવવા બાથરૂમમાં લઈને ગયેલ તે વેળાએ પાછળથી આવી તેણીનું બાવડુ પકડી તેણી સાથે બળજબરી કરી તેણીની ઈચ્છા મરજી વિના દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને આ વાત તારા પતિને કહીશ તો તારા પતિ અને તારા દિકરાને જાનથી મારી નાખીશ કહી ધાક ધમકી આપી હતી.
બાદ તેના પતિ ઘરે ન હોય તે વેળાએ ઘરે આવી તેણીની એકલતાનો લાભ લઈ અવાર નવાર દુષ્કૃત્ય આચર્યુ હતુ. શખસ વારંમવાર બળજબરી કરવા લાગતા ગત રાત્રીના તેણીના પતિને સઘળી હકીકત જણાવી હતી. ઉક્ત બનાવને લઈ મહુવા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ફરિયાદને લઈ મહુવા પોલીસે નેસવડના મુકેશ દુલાભાઈ મહીડા વિરૂધ્ધ આઈપીસી. ૩૭૬, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.