ઉત્પત્તિ એકાદશીના દિવસે રચાશે આ 5 શુભ યોગ, મળશે અશ્વમેધ યજ્ઞનું ફળ

શાસ્ત્રોમાં એકાદશી વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દર મહિને બે એકાદશીઓ આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. પંચાંગ અનુસાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉત્પન્ના એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વખતે તે 20મી નવેમ્બરે ઉત્પત્તિ એકાદશી છે. આ દિવસે વ્રત રાખવાનો નિયમ છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો. તેથી તેને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે.
5 વિશેષ યોગ રચાશે
1. પંચાંગ અનુસાર ઉત્પન્ના એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ, આયુષ્માન યોગ અને દ્વિપુષ્કર યોગ રચાય છે.
2. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું કે નિર્માણ થવું તે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા અને દેવો તથા ભાવિક ભક્તોનું ભલું કરવા એક `સ્ત્રી શક્તિ’ની ઉત્પત્તિ કરી અને તેનું `એકાદશી’ નામકરણ રાખ્યું હતું. આ દિવ્ય શક્તિએ સૌનું રક્ષણ કર્યું હતું.’
3. ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી શંખોદ્વાર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્યપ્રાપ્તિ થાય છે તેનાથી સોળ ગણું વધારે પુણ્ય મળે છે. એકટાણું કરનારને નિર્જળા વ્રત કરતાં અર્ધું પુણ્ય મળે છે
4. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ઉત્પત્તિ એકાદશીનું માહાત્મ્ય તથા વ્રત-વિધિ વિશે પૂછ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, `હે અર્જુન! ભાવિક વૈષ્ણવો જો આ એકાદશી વ્રતનું એકાગ્રતાપૂર્વક શ્રવણ કરે તો તેઓ આ લોકમાં અનેક સુખવૈભવ ભોગવીને અંત સમયે સ્વર્ગલોકને પામે છે.
5. આ દિવસે પ્રાતઃકાળે ઊઠીને શૌચવિધિથી પરવારી જળાશયે જઈ સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પહેલાં શરીર પર `મૃત્તિકા મંત્ર’નો ઉચ્ચાર કરી માટી ચોળવી જોઈએ.
આ મંત્ર આ પ્રમાણે છે –
અશ્વકાન્તે રથકાન્તે વિષ્ણુકાન્તે વસુંધરે ।
ઉધતાષિ વરાહેણ કૃષ્ણે સતબાહુન,
મૃત્તિકે હર મે પાપ મન્મયા પૂર્વસંચિતમ્ ।।
વ્રતધારીએ સ્નાન કર્યા પછી દુરાચારી વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં. જાણ્યેઅજાણ્યે તેની સાથે વાર્તાલાપ થઈ જાય, તો સૂર્યનારાયણનાં દર્શન કરી લેવાં. સ્નાનથી પરવારી સુગંધિત ધૂપ, ઘીનો દીવો અને નૈવેદ્ય ધરાવી અર્ચન-પૂજન કરવું. આ દિવસે નિદ્રા અને સમાગમનો રાત્રિ દરમિયાન ત્યાગ કરવો. ભજન-કીર્તન અને સત્સંગ વગેરે શુભ કાર્યોમાં રાત પસાર કરવી. વૈષ્ણવો માટે બંને એકાદશીઓ સુદ અને વદની સમાન હોઈ કોઈ પ્રકારનો ભેદ ન માનવો.
અન્નદાન જેવું અન્ય કોઈ પુણ્ય નથી. અન્નદાન કરવાથી સ્વર્ગમાં પિતૃઓને એક પ્રકારની તૃપ્તિ મળે છે. `જો આપીએ ટુકડો તો ભગવાન આવે ઢુંકડો’ આમ, અન્નદાનનો મહિમા અવર્ણનીય છે. એકટાણું કરનારને નિર્જળા વ્રત કરતાં અર્ધું પુણ્ય મળે છે. આ વ્રત કરનારને દાન, તપ, યજ્ઞ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રતીએ અન્નને વર્જ્ય ગણવું. આ એકાદશીનું ફળ સહસ્ત્ર યજ્ઞો કરતાં પણ વધારે છે.