રાકેશ ઝુનઝુનવાલાના આ શેરનો કમાલ, એક લાખના બનાવી દીધા ૫.૫૦ કરોડ રૂપિયા…

શેરબજારમાં ઉતાર- ચઢાવની વચ્ચે, રોકાણકારો હાલમાં યોગ્ય સ્ટોક્સ શોધવામાં અને તેના પર દાવ લગાવવામાં વ્યસ્ત છે. તેવા રોકાણકારો કે જેઓ લાંબા સમય સુધી શેરબજારમાં રમવાનું પસંદ કરે છે, તેમના માટે ટાઇટન શેર રોકાણ માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. આ કંપનીનો શેર 52 સપ્તાહમાં રૂ. 2769ની સર્વોચ્ચ સપાટીથી 25% ઘટીને હાલમાં રૂ. 2080 પ્રતિ શેરના સ્તરે પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા 20 વર્ષો દરમિયાન Titan ના શેર 3.79 રૂપિયાથી 2079.95 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. શેરબજારના બિગ બુલ, રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં રોકાણ કર્યું છે.
ટાઈટન કંપનીના શેરનો ઈતિહાસ શું રહ્યો છેઃ માર્ચ 2022માં 52 સપ્તાહની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારથી, શેરના ભાવમાં 25% નો ઘટાડો થયો છે. શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના આ શેરે લોંગ ટર્મ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે.
છેલ્લા 1 વર્ષમાં આ શેરે રોકાણકારોને 20% વળતર આપ્યું છે. તો 5 વર્ષમાં વળતર વધીને 305% થઈ ગયું છે. આ ઉપરાંત 10 વર્ષ પહેલા જે વ્યક્તિએ આ સ્ટોક પર ભરોસો વ્યક્ત કર્યો હશે તેને આજ સુધીમાં આ સ્ટોક 840% નું વળતર આપી ચુક્યો હશે.
જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં 5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને આજના સમયમાં રૂપિયા 4.05 લાખ મળ્યા હોત. તો દસ વર્ષ પહેલાં કરાયેલા રૂ. 1 લાખના રોકાણે રૂ. 9.40 લાખનું વળતર આપ્યું હશે. એ જ રીતે 20 વર્ષ પહેલા કરાયેલા 1 લાખના રોકાણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. છેલ્લા બે દાયકામાં કંપનીના શેરમાં રૂ. 1 લાખના રોકાણે રૂ. 5.50 કરોડનું વળતર આપ્યું કહી શકાય.
કેટલી છે રાકેશ ઝુનઝુનવાલાની હિસ્સેદારી? આર્થિક વર્ષ ૨૦૨૨ ના છેલ્લા ત્રિમાસિક ગાળા અનુસાર ટાઇટન કંપનીમાં 3.98% હિસ્સો ધરાવે છે. એટલે કે તેમની પાસે લગભગ 3,53,10,395 શેર છે. તી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટનના 1.07 ટકા શેર છે. એટલે કે ઝુનઝુનવાલા દંપતી પાસે ટાઇટનના મળીને 4,48,50,970 શેર છે.