આવનારા પાંચ વર્ષ માટે આ 5 સ્ટોક્સમાં રોકાણ કરો અને બધું ટેન્શન ભૂલી જાવ…

ગયા સપ્તાહમાં સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. ત્યાર પછી ચાલુ સપ્તાહમાં બે દિવસમાં તેમાં 1200 પોઈન્ટનો વધારો થયો છે. હવે આગામી પાંચ વર્ષ માટે કયા શેરો ખરીદાય તે વિશે અમે માર્કેટના નિષ્ણાતોનો મત જાણ્યો. તેઓ Titan, Tata Motors DVR, વેદાંત ફેશન્સની ભલામણ કરે છે. વધતા ફુગાવા વચ્ચે પણ આ શેર ટેકો આપી શકે છે.
રિઝર્વ બેન્ક વ્યાજદરમાં સતત વધારો કરી રહી છે જેના કારણે તેજીવાળાઓની પરેશાની વધી છે. બજારમાં તાત્કાલિક કોઈ દિશા દેખાતી નથી, પરંતુ લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે તો ચોક્ક્સ સારું વળતર મળી શકે તેમ છે તેમ એક્સપર્ટ્સનું કહેવું છે. ગયા સપ્તાહમાં સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. ત્યાર પછી ચાલુ સપ્તાહમાં બે દિવસમાં તેમાં 1200 પોઈન્ટનો વધારો થયો છે. અમે કેટલાક એક્સપર્ટ્સ સાથે વાત કરી અને આગામી પાંચ વર્ષ માટે કયા શેરો ખરીદાય તેની સલાહ મેળવી.
Tata Communications : કેરળ સ્થિત જાણીતા રોકાણકાર અને ફંડ મેનેજર પોરિંજુ વેલિયાથ કહે છે કે લાંબા ગાળાના રોકાણકારોએ ટાટા કોમ્યુનિકેશન્સના શેરને ખરીદવાનો વિચાર કરવો જોઈએ. આ શેર અંડરપ્રાઈસ્ડ છે પરંતુ રોકાણકારોએ તેમાં કોઈ ઉતાવળ કરવી ન જોઈએ. દેશમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની થિમનો યુગ આવી રહ્યો છે અને ટાટા કોમ્યુનિકેશન્સ તેમાં શ્રેષ્ઠ સાબિત થશે. આ કંપની ડેટા અને વોઈસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા સાથે સંકળાયેલી છે.
Titan : પીએમએસ ફંડ મેનેજર સૌરભ મુખરજી માને છે કે આગામી કેટલાક વર્ષો સુધી ટાટાની લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સની માંગ રહેશે. છેલ્લા 20 વર્ષથી તેમાં વાર્ષિક 30 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. શેરનો ભાવ તથા કેશફ્લો બંને આટલા ઉંચા દરે વધી રહ્યા છે.
Tata Motors DVR : વિખ્તાય રોકાણકાર બસંત મહેશ્વરી કહે છે કે ટાટા મોટર્સ ડીવીઆર એ ગરીબ રોકાણકાર માટે ટેસ્લા સમાન છે. આપણે ટેસ્લા ન ખરીદી શકીએ તો ટાટા મોટર ડીવીઆર ખરીદી શકાય. ક્રૂડ ઓઈલનો ભાવ 120 ડોલરથી ઉપર રહે તો તેવી સ્થિતિમાં આ શેર હેજિંગ માટે બેસ્ટ પૂરવાર થશે.
Vedant Fashions : મોતીલાલ AMCના મનીષ સોનથાલિયા વેદાંત ફેશન્સના શેર માટે બુલિશ છે. આ કંપની એથનિક વેર બ્રાન્ડ માન્યવરની માલિકી ધરાવે છે. ફેબ્રુઆરીમાં લિસ્ટ થયેલો શેર તેની IPO પ્રાઈસ રૂ. 866ની સરખામણીમાં 11 ટકા ડિસ્કાઉન્ટ પર ચાલે છે. 6 એનાલિસ્ટની પ્રાઈસ ટાર્ગેટ મુજબ આ શેર અહીંથી 18 ટકા વધી શકે છે.
Sundaram Fastners : દલાલ સ્ટ્રીટના જાણીતા રોકાણકાર ગોવિંદ પરીખ આ ઓટો કમ્પોનન્ટ કંપની માટે બહુ ઉત્સાહિત છે. છેલ્લા એક વર્ષમાં સુંદરમ ફાસ્ટનર્સમાં 13 ટકા ઘટાડો થયો છે અને આ શેર 52 સપ્તાહના તળિયાના ભાવ રૂ. 674.80 આસપાસ ચાલે છે. પાંચ એનાલિસ્ટો આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરે છે. એવરેજ ટાર્ગેટ પ્રાઈસ પ્રમાણે આ શેર એક વર્ષમાં 41 ટકા વધી શકે છે.
20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.