બોટાદમાં લારી-ગલ્લા નહીં પણ ગેરકાયદેસર પાકા બાંધકામ દૂર કરો….આ પક્ષની રજુઆત…

બોટાદમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યારે બોટાદ પ્રાંત અધિકારીએ મુખ્યમાર્ગો પરથી ગેરકાયદેસર લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખે અને ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની આગેવાનીમાં બોટાદ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
બોટાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે ત્યારે સ્થાનિકો ટ્રાફિક સમસ્યાથી કંટાળ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે પ્રાંત અધિકારી દિપક સતાણીના માર્ગદર્શન હેઠળ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ દ્વારા લારી ગલ્લા હટાવાવનું ઝુંબેશ હાથ ધરાયું હતું. ત્યારે મુખ્યમાર્ગ પરના દુકાન આગલના માંડવા તેમજ જાહેરાતના બોર્ડ પણ હટાવાયા હતા.
આ કામગીરીના વિરોધમાં આજરોજ તારીખ 25 જૂલાઈના રોજ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેર તેમજ રાણપુર ધંધુકા કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ.સાથે જ તેમણે લારી-ગલ્લા માટે વૈકલ્પિક જગ્યા અને પાકા ગેરકાયદેસર મકાનો હટાવવા માટે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.