આ મંદિરમાં આજે પણ ઝંડ હનુમાન દાદા હાજરા હજુર બિરાજમાન છે, દર્શન કરો અને તમારા બધા દુઃખો દૂર કરો…

ગુજરાતમાં મિત્રો ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિર પાવાગઢ થી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે, આ મંદિરમાં હનુમાનજી બિરાજમાન છે.
આ મંદિરને હજારો વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે, આ મંદિરને ઝંડ હનુમાન પૌરાણિક અને અલૌકિક મહત્વ ધરાવતું સ્થળ માનવામાં આવે છે. આથી આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, ઝંડ હનુમાન મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પ્રતિમાનું સ્વરૂપ શનિદેવની ઉપર ડાબો પગ મુકેલા હનુમાનજી સ્વરૂપમાં જોવા મળે છે.
તેથી આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે જે ભક્તો સાચા મનથી દર્શન કરે છે તે દરેક ભક્તોની માનેલી મનોકામના હનુમાન દાદા પુરી કરે છે, આ હનુમાન દાદાના મંદિરમાં ભક્તો તેમના દુઃખો દૂર કરવા માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દશર્ન કરતાંની સાથે જ ભક્તો તેમના જીવનમાં ખુશીઓ અનુભવતા હોય છે.
હનુમાન દાદાની આ મૂર્તિ વર્ષો પહેલા એક વિશાળ ઓટલા પરથી મળી આવી હતી, ત્યારબાદ આ મૂર્તિની આજુબાજુ લાકડા ગોઠવીને પૂજા કરવામાં આવતી હતી, ત્યારબાદ આ જગ્યા પર ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવવા લાગ્યા
એટલે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને મોટું પરીસર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભક્તો શ્રાવણ મહિનામાં, મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઊમટી પડે છે.