આ ભયંકર શ્રાપનાં કારણે મહિલાઓએ દર મહિને ભોગવવી પડે છે માસિક ધર્મની પીડા…

આધુનિક સમયમાં સ્ત્રીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિમાં વ્યાપક સ્તરથી બદલાવ આવ્યો છે. વાત કરીએ સ્ત્રીઓને થવાવાળા માસિક ધર્મની તો લોકો આજે આ વિષય પર ખુલીને વાત કરવા લાગ્યા છે પરંતુ સદીઓ પહેલાની વાત કરીએ તો ઘણીવાર મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે કે આખરે સ્ત્રીઓને માસિક ધર્મ કેમ આવે છે ?. શું તેની સાથે કોઈ પવિત્ર કથા જોડાયેલી છે?. આપણા પુરાણોમાં ઘણી કથા છે, જેમાંથી ભાગવત પુરાણમાં વર્ણીત કહાની અનુસાર સ્ત્રીઓને થવા વાળા માસિક ધર્મને શ્રાપની સાથે જોડીને જણાવવામાં આવે છે. ભાગવત પુરાણની કહાની અનુસાર એકવાર બૃહસ્પતિ જે દેવતાઓનાં ગુરુ હતાં. તે ઈન્દ્રદેવથી ખુબ જ ક્રોધિત થઈ ગયા.
તેનાં કારણે અસુરો એ દેવલોક પર આક્રમણ કર્યું અને ઈન્દ્રએ પોતાની ગાદી છોડીને ભાગવું પડ્યું. અસુરોથી પોતાને બચાવતા ઇન્દ્રએ સૃષ્ટિનાં રચનાકાર ભગવાન બ્રહ્મા પાસે મદદ માંગી. ત્યારે બ્રહ્મા એ તેમને જણાવ્યું કે તેમણે એક બ્રહ્મ જ્ઞાનીની સેવા કરવી જોઈએ. જો તે પ્રસન્ન થઈ જાય તો તેમને તેમની ગાદી પરત પ્રાપ્ત થશે. આજ્ઞા અનુસાર ઈન્દ્રદેવ એક બ્રહ્મજ્ઞાની સેવા કરવા લાગ્યાં પરંતુ તે એ વાત જાણતા નહોતા કે તે જ્ઞાની ની માતા એક અસુર હતી એટલા માટે તેમના મનમાં અસુર માટે એક વિશેષ સ્થાન હતું. ઇન્દ્રદેવ દ્વારા અર્પિત કરવામાં આવેલી બધી હવનની સામગ્રી જે દેવતાઓને ચડાવવામાં આવે છે, તે જ્ઞાની અસુરોને ચડાવી રહ્યો હતો.
તેનાથી તેમની બધી સેવા ભંગ થઈ રહી હતી. જ્યારે ઇન્દ્રદેવને ખબર પડી તો તે ખુબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે તે બ્રહ્મજ્ઞાનીનો વધ કરી દીધો. એક ગુરુનો વધ કરવો ઘોર પાપ હતું, જેનાં લીધે તેમના પર બ્રહ્મહ-ત્યાનું પાપ લાગી ગયું. આ પાપ એક ભયાનક રાક્ષસનાં રૂપમાં ઇન્દ્રનો પીછો કરવા લાગ્યું. કોઈ રીતે ઇન્દ્રદેવ એ પોતાને એક ફુલની અંદર છુપાવી લીધે અને એક લાખ વર્ષ સુધી ભગવાન શ્રી વિષ્ણુની તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી વિષ્ણુએ ઈન્દ્રદેવને બચાવ્યા હતાં પરંતુ તેમની ઉપર લાગેલા પાપની મુક્તિ માટે તેમને એક ઉકેલ આપ્યો. તેના માટે ઈન્દ્ર એ ઝાડ, જળ, ભુમિ અને સ્ત્રીને પોતાનાં પાપ નાં થોડા-થોડા અંશ આપવાના હતાં.
ઇન્દ્રનાં આગ્રહ પર બધા તૈયાર થઈ ગયા પરંતુ તેમણે બદલામાં ઈન્દ્રદેવ પાસે એક વરદાન આપવા માટે કહ્યું. સૌથી પહેલા ઝાડ એ તે પાપ માંથી એક ચતુર્થાંશ ભાગ લઇ લીધો. જેના બદલામાં ઇન્દ્ર એ તેને એક વરદાન આપ્યું. વરદાન અનુસાર ઝાડ ઇચ્છે તો સ્વયં જ પોતાને જીવિત કરી શકે છે. ત્યારબાદ જળ ને પાપ નો ભાગ આપવા પર ઈન્દ્રદેવે તેને અન્ય વસ્તુને પવિત્ર કરવાની શક્તિ પ્રદાન કરી. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં આજે પણ જળને પવિત્ર માનીને તેનો પુજાપાઠમાં ઉપયોગ કરવામાં આવે છે.
ત્રીજુ પાપ ઇન્દ્રદેવ એ ભુમિ ને આપ્યું. તેનાં વરદાન સ્વરૂપ તેમણે ભુમિ ને કહ્યું કે તેના પર આવેલી કોઈપણ ઈજા હંમેશા ભરાઈ જશે. જ્યારે છેલ્લો વારો સ્ત્રીનો હતો. આ કથા અનુસાર સ્ત્રી ને પાપ નો ભાગ આપવાનાં ફળસ્વરૂપ તેમને દર મહિને માસિક ધર્મ થાય છે પરંતુ તેમને વરદાન આપવા માટે ઇન્દ્ર એ કહ્યું કે મહિલાઓ પુરુષો કરતાં વધારે કામ વા-સનાનો આનંદ ઉઠાવશે.
ભાગવત પુરાણમાં માસિક ધર્મ સાથે સંબંધિત ઘણી કહાનીઓ વર્ણિત કરવામાં આવી છે પરંતુ બદલાતા સમયમાં માસિક ધર્મ પ્રત્યે લોકોની દ્રષ્ટિમાં બદલાવ આવ્યો છે. સાથે જ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પૌરાણિક કહાનીનાં આધાર પર કોઈપણ જીવ કે મનુષ્યને ધૃણા કે ભેદભાવની દ્રષ્ટિથી ના જોવા જોઈએ.