કચ્છના આ મંદિરમાં ચમત્કાર થયો, શિખર પરથી 75 વર્ષ પહેલાની એવી વસ્તુ મળી આવી કે જોઈને ચોંકી ઉઠશો..!

ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ હોઈ તો ચમત્કારના પુરાવાની કોઈ જરૂર પડતી નથી. ભગવાન પર અડગ શ્રદ્ધા રાખો તો ભગવાન યોગ્ય સમયે ફળ જરૂર આપે છે. કળિયુગના સમયમાં કોઈ કોઈનું નથી હોતું ત્યારે ભગવાન પરની શ્રદ્ધા અને આશા જ કામ લાગે છે. આજે અમે મંદિરમાં થયેલા ભગવાનના એક અનોખા ચમત્કારની વાત કરવા જઈ રહ્યા છીએ.
કચ્છના અંજાર અલુકાના ખેડોઈ ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં એક અજીબ ચમત્કારની ઘટના બની હતી. ખેડોઇ ગામની પટેલ શેરીમાં 75 વર્ષ જુનું શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર આવેલું છે. તેના શિખર પર એક એવી ઘટના બની હતી જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા.
આ મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું તેથી તેને વીધીગત રીતે હોમ હવન કરીને જુના શિખરને હટાવામાં આવી રહ્યું હતું અને તેની જગ્યાએ નવી શિખર મુકવાનું હતું. એ માટે કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરના શિખર પર ચડ્યા હતા. શ્રદ્ધાળુઓ એ જેવું જુનું શિખર હટાવ્યું ત્યાં તો તેઓને 75 વર્ષ જુનો તાંબાનો એક સિક્કો મળ્યો.
તે સિક્કાઅ લખ્યું હતું કે આ મંદિર કઈ તારીખે અને કયા વર્ષે બનાવવામાં આવ્યું હતું. પરંતુ હોશ ઉડાવે એવી વાત એ હતી કે તે સિક્કાની નીચે લાપસી પણ મળી આવી હતી. જેમાંથી તાજા ઘી ની સુગંધ આવતી હતી. આ સિક્કાને 75 વર્ષ સુધી કોઈએ જોયો નોહ્તો તેથી આ લપસી પણ 75 વર્ષ જૂની જ હતી.
મોટા ભાગે કોઈપણ શુભ પ્રસંગના મુર્હતમાં કે કોઈપણ નવા કાર્યની શરૂઆતમાં લાપસી કરવામાં આવે છે.75 વર્ષ પહેલા જયારે આ મંદિર સ્થાપ્યું હતું ત્યારે પણ આ લાપસી કરવામાં આવી હશે એવું અનુમાન લગાવી શકાય છે. આ લાપસીને જોતા જ એવું લાગે કે આ તાજી જ છે પરતું તે અસલમાં 75 વર્ષ જૂની હતી.
હવે આ લાપસીને સાક્ષાત દેવની હાજરી સમજીને સૌ કોઈ ભાવિક ભક્તોએ તેની પ્રસાદી લીધી હતી અને ભગવાન સાક્ષાત આ મંદિરમાં હાજર છે એવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ સિક્કા અને લાપસીના દર્શન કરીને બધા શ્રદ્ધાળુઓ ખુશ થયા હતા. તેઓએ વિધિગત રોતે મંદિરનું જુનું શિખર હટાવીને નવ શિખર સ્થાપ્યું હતું.