ચૂડેલ ફઈબા નું મંદિર જ્યાં રોજ ચમત્કાર થાય છે, લોકોની તમામ મનોકામના પૂર્ણ થાય છે…

ચૂડેલ ફઈબા નું મંદિર જ્યાં રોજ ચમત્કાર થાય છે, લોકોની તમામ મનોકામના પૂર્ણ થાય છે…

કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યા પુરાવાની શુ જરૂર. આજે એવી શ્રદ્ધાની વાત કરીશુ કે તમે ક્યારે સાંભળી નહી હોય. તો ચૂડેલ ફઈબા કે જ્યા શ્રદ્ધા રાખો મનોકામના રાખો તો મનોકામના પૂર્ણ થાય છે, અને જો જીવનસાથીની શોધમાં હોય અને જીવનસાથી મળતી ન હોય તો ચુડેલ ફઈબા કરે છે. જીવનસાથી શોધની મનોકામના પૂર્ણ, તો ક્યા આવ્યુ આ મંદિર શુ છે કહાની જોઈએ વિશેષ અહેવાલમાં.

અમદાવાદ જિલ્લાના સાંણદ તાલુકાના ઝાંપા ગામ. સાણંદથી 35 કિલોમીટર દુર આવેલુ છે ઝાંપા ગામમાં ચુડેલ ફઈ બાનુ મંદિર. ગામ લોકોનુ માનવુ છે કે, અહી 20 વર્ષ પહેલા કોઈ દિવસે પણ નિકળી શકતુ ન હતુ. કારણ કે ત્યા કોઈ વ્યક્તિ આવીને ડરાવતી હતી. પરંતુ એક દિવસ ચુડેલ ઝાપાગામના આત્મારામભાઈએ જોઈ. જોકે આત્મારામભાઈ ડરયા નહી પરંતુ તેનુ સ્વરૂપ જોયુ અને આત્મારામભાઈએ તેને બેન બનાવી.

ત્યારથી એક નાનુ મંદિર બનાવ્યુ, અને આત્મારામભાઈએ બેન બનાવી જેના કારણે ગામ વાસીઓ તેને ચુડેલ ફઈબા કહે છે. ત્યારથી લઈ આજ દિવસ સુધી આજ જગ્યા પર કોઈ ડરાવતુ નથી પરંતુ મનોકામના પૂર્ણ થાય છે. ભુવા આત્મારામભાઈનુ ખેતરની બાજુમાં જ મંદિર બનાવ્યુ. જોકે ચુડેલ ફઈબાના મંદિરે લોકો માનતા રાખવા અને પૂર્ણ કરવા રવીવાર અને મંગળવારના દિવસે આવે છે.

ભક્ત રમેશભાઈ ગોહેલ કહે છે કે, ચુડેલ ફઈબાના મંદિરમાં કોઈ મૂર્તિ નથી. માત્ર એક અખંડ દીપ છે, અને નાનુ મંદિરની આજુ બાજુ ફોટા, સાડી,અને શણગારના માટેની બંગડીઓ પડી છે. અને સાડી અને ફોટા જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે ત્યા ચડાવે છે. એટલે જે લોકોને સંતાન નથી તે ત્યા સંતાન પ્રાપ્તી માટે મનોકામના રાખે છે. તેમજ જે લોકોને લગ્ન કરવા છે અને જીવનસાથી મળતા નથી તે પણ ચુડેલ ફઈબાની માનતા રાખે છે, અને જીવનસાથી મળી ગયા બાદ તે બંનેનો ફોટો ચુડેલ ફઈબાના મંદિરે ચડાવે છે. તો સંતાન પ્રાપ્તી બાદ સંતાનોનો ફોટો મંદિરે મુકી જાય છે. તો ભક્તો ચુડેલ ફઈબાને ચુંદડી રૂપે સાડી ચડાવે છે.

ચુડેલ ફઈબાને સાડી ચડાવવામાં આવી છે તે તમામ રોડ રસ્તા પર બાંધીને રાખવામાં આવી છે, અને ચુડેલ ફઈબાના મંદિર જે વસ્તુઓ ચડાવવામાં આવી છે તે ત્યાથી કોઈ લઈ જઈ શક્તુ નથી, અને લઈ જાય તો પણ સાંજ સુધીમાં પરત મુકવા આવવુ પડે છે.

સામાન્ય રીતે જીવનસાથી શોધવા માટે લોકો મેરેજબ્યુરોમાં નામ નોંધાવે છે. અથવા તો પોતાના સમાજમાં જીવનસાથી પસંદી મેળામાં જતા હોય છે. પરંતુ ઝાંપાનુ એવુ મંદિર કે જ્યા લગ્નવાંચ્છુકો ચુડેલ ફઈબાના મંદિરે માથુ ટેકવીને જીવનસાથી મળે તેની મનોકામના રાખી રહ્યા છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *