માતા મોગલને સાચા મનથી પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ આપ્યો સંદેશ, મોગલ છોરુંના દરેક કામો થઇ જશે પુરા..!

માતા મોગલને સાચા મનથી પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ આપ્યો સંદેશ, મોગલ છોરુંના દરેક કામો થઇ જશે પુરા..!

માતા મોગલનું નામ પડતા જ અટકેલા તમામ કામ પૂર્ણ થવા લાગે છે. માતા મોગલની મહિમાનો કોઈ પાર જ નથી, કારણ કે દેશ વિદેશમાં પણ જે કામો વર્ષોથી અટવાયેલા અને અડચણભર્યા રહેલા હોઈ છે તે તમામ કામોને માત્ર માં મોગલનું સ્મરણ કરવાથી ઉકેલાઈ જતા હોઈ છે. માતા મોગલના શરણે ક્યારેય ઊંચ નીચ કે જાત-પાતનો ભેદભાવ કરવામાં આવતો નથી.

માતા મોગલ દરેક સાચા ભક્ત પર પ્રસન્ન પણ થાય છે. દરેક લોકોને તેમના જ દીકરા માનીને સૌ કોઈ લોકોનું ભલું કરે છે. સૌ કોઈ લોકો માતા મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોઈ છે. ગુજરાતના કાબરાઉમાં મોગલધામ આવેલું છે. માત્ર ગુજરાત કે ભારત જ નહી પરતું દેશ વિદેશથી લોકો મોગલધામ દર્શન કરવા આવે છે.

તેમજ ઘણા લોકો મોગલ માતા પર વિશ્વાસ રાખીને માનતાઓ કરે છે અને આ માનતાઓ પૂર્ણ કરવા માટે કબરાઉ માં મોગલ ધામમાં આવે છે. માં મોગલે ક્યારેય તેના ભક્તોને નિરાશ કર્યા નથી. હમેશા તેઓના ધરેલા કામ પૂર્ણ થાય તેવા જ આશીર્વાદ આપ્યા છે. કલિયુગના સમયમાં માતા મોગલે ઘણા પરચા દેખાડ્યા છે.

માતા મોગલ ક્યારેય ભક્તોને ખાલી હાથે જવા દેતા નથી. કબરાઉમાં આવેલા માતા મોગલ ધામના મંદિરે સાક્ષાત મણીધર બાપુ બિરાજે છે. લોકો આવીને મણીધર બાપુના આશીર્વાદ લે છે. ત્યાર બાદ મણીધર બાપુ પૂછે છે કે માનતા શેની હતી. શ્ર્ધાળુંઓએ લીધેલી માનતાનું વર્ણન પણ થાય છે અને ત્યારબાદ માનતા પૂર્ણ થયાની ખુશીમાં દરેક શ્ર્ધાલુની આંખમાંથી ખુશીના આંસુઓ સરી પડતા હોઈ છે.

મોગલ ધામ કબરાઉ મણીધર બાપુના આશીર્વાદ લાખો ભકતોના દરેક કાર્ય પૂર્ણ થયા છે. માતા મોગલ ધામના મંદિરે ઘણા વર્ષો સુધી એક પણ રૂપિયાનું દાન ક્યારે પણ લેવામાં આવતું નથી. આ મંદિરમાં દરેક ભક્તોને કોઈ પણ પ્રકારના પૈસા વગર જ ભોજન કરાવવામાં આવે છે. આ મંદિરમાં ઘણી વખત લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થઇ જાય છે..

તેમજ દર્શન માટે આવી પહોંચતા હોય છે. છતાં પણ માતા મોગલ ધામમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી રહેતી નથી. માતા મોગલના આશીર્વાદથી દરેક શ્રદ્ધાળુઓ હંમેશાં ખુશખુશાલ રહે છે. થોડા દિવસ પહેલા જ મંદિરમાં યજ્ઞનું આયોજન પણ કરી દેવામાં આવ્યું હતું. જેમાં માતા મોગલ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી..

ત્યારબાદ મણીધર બાપુ માતા મોગલને સાચા દિલથી પ્રગટ કરવા માટે ખુશ કરવા માટે ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, માતા મોગલને પ્રસન્ન તેમજ ખુશ કરવા માટે કોઈ પણ ઉપવાસ કે વાર તહેવાર રહેવાની જરૂર પડતી નથી. માત્ર સાચા દિલથી તેમનું સ્મરણ કરવાથી તેમજ જરૂર પડ્યે માનવતા દાખવવાથી જેમ કે ગરીબ લોકોને કપડા અને પોતાના આપવાથી માતા મોગલ હમેશા રાજી થાય છે..

આ ઉપરાંત નેક દિલથી દરેક લોકોની દુઃખમાં સહભાગી બનવાથી માતા મોગલ સદા ખુશ રહે છે. અને શ્રદ્ધાળુઓની દરેક મનોકામના ને અવશ્ય પૂર્ણ કરે છે. માતા મોકલને અઢાર વરણની માતા કહેવામાં આવે છે. જે શ્ર્ધાળુંઓના મનમાં માતા મોગલની માયા બંધાઈ જાય તેઓ મોગલ ધામ દર્શન કરવા માટે દૂરથી આવી પહોંચે છે.. તેમના અટવાયેલા કાર્યો પણ પૂર્ણ થઇ જતા હોય છે એટલે જ તો માતા મોગલ ના પરચાઓ અપરંપાર છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *