ઘોર કળીયુગમાં માઁ મોગલ ગુજરાતમાં આ જગ્યાએ હાજરા હજૂર પૂરે છે પરચા, ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂરી…

ધાર્મિક દેશ કહેવાતા ભારતમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. અહીં લોકો ખૂબ જ ભક્તિભાવથી દરેક દેવી દેવતાઓ ની પૂજા અર્ચના કરતા હોય છે. આજે આપણે આવા જ એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ખૂબ જ લોકપ્રિય છે. આપણે વાત કરી રહ્યા છીએ મા મોગલ વિશે કે જે સાક્ષાત લોકો વચ્ચે હાજરા હજુર છે.
માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ સાક્ષાત લોકો વચ્ચે હાજર રહીને તેમના દુઃખ સાંભળે છે અને તેમના દુ:ખ દૂર કરે છે. લોકો માં મોગલ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે. અવાર નવાર આપણે અનેક પરચા વિશે સાંભળતા હોઈએ છીએ ત્યારે માં મોગલે પોતાનો અન્ય એક પરચો લોકો સમક્ષ પૂરો પાડ્યો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના ઘરે માં મોગલ એ પોતાના દર્શન આપ્યા હતા. લોકો મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
સમગ્ર રાજ્યમાં મોગલમાના કુલ ચાર ધામો આવેલા છે. ત્યારે આજે આપણે વાત કરીશું અમદાવાદમાં આવેલા મોગલ ધામ વિશે કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે દોડી આવતા હોય છે. ખૂબ જ ભક્તિભાવથી લોકો પૂજા અર્ચના કરે છે અને હસતા મોઢે પોતાના ઘરે પાછા જાય છે. કહેવાય છે કે, માં મોગલ ના દર્શને આવનારા તમામ ભક્તોની માં મોગલ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મોગલધામ માનવામાં આવતી દરેક માનતા પૂર્ણ થાય છે. તેમ છતાં મોગલ ધામ માં એક પણ રૂપિયાનું દાન કે ભેજ લેવામાં આવતું નથી.
માં મોગલ પોતાના ભક્તોની તમામ સંકટોમાંથી દૂર કરે છે. તેમના જીવનનાં દુઃખોને દૂર કરીને આનંદ ભરી દે છે. માં મોગલ એ તો કેટલાય નિ:સંતાનોના ઘરે સંતાન સુખ આપીને તેમનું જીવન આનંદથી ભરી દીધું છે. મોગલ મા ના પરચા પુરા કરતા હોય તેવા તો કેટલાય ઉદાહરણ આપણી સામે છે. ગમે તેવું મોટું સંકટ કેમ ના હોય માં મોગલ પોતાના ભક્તને તેમાંથી ઉગારી જ લે છે.
ભગુડા માં આવેલા મોગલ ધામ ની બહાર જ લખેલું છે કે ‘ભગુડા ગામ એજ મોગલધામ’ ત્યારે ખરેખર માં મોગલ પ્રત્યેની ભક્તિ બમણી થઇ જાય છે. જ્યારે લોકો પાસે મદદ માટે કોઈપણ વિકલ્પ ના વધે ત્યારે આખરે તેઓ મા મોગલ ના શરણે જાય છે અને માનતાઓ માનીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિનંતી કરે છે. અમદાવાદમાં બ્રાહ્મણ પરિવારના ઘરે માં મોગલે સાક્ષાત દર્શન આપ્યા ત્યારે પણ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકટોળું તેમના ઘરે દોડી ગયું હતું.