હિન્દુ ધર્મમાં નવજાત બાળકના મૃત્યુ બાદ અગ્નિદાહના બદલે દફનવવામાં કેમ આવે છે? તેનું સાચું કારણ મોટાભાગનાં લોકો જાણતા જ નથી…

હિન્દુ ધર્મમાં નવજાત બાળકના મૃત્યુ બાદ અગ્નિદાહના બદલે દફનવવામાં કેમ આવે છે? તેનું સાચું કારણ મોટાભાગનાં લોકો જાણતા જ નથી…

સમગ્ર દુનિયામાં ઘણા બધા ધર્મ અને ઘણી બધી જાતિઓ છે. તેવામાં દરેક ધર્મના પોતાના અલગ રીતે રિવાજ અથવા પરંપરા છે. આ રિવાજ જન્મ, લગ્ન થી લઈને મૃત્યુ સુધી અલગ-અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે મુસ્લિમ અથવા ઈસાઈ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે તો મૃતકના શરીરને જમીનમાં દફનાવવામાં આવે છે. વળી તેનાથી વિપરીત હિન્દુ ધર્મમાં કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે એક વાત ઉપર ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે હિન્દુ ધર્મમાં કોઈ નવજાત બાળક નું નિધન થાય છે તો તેને અગ્નિદાહ આપવા ને બદલે દફનાવવામાં આવે છે?

તેવામાં ઘણા લોકોના મનમાં એવો સવાલ ઊઠે છે કે આખરે મૃત નવજાત બાળકને હિન્દુ ધર્મમાં અગ્નિદાહ શા માટે આપવામાં આવતો નથી. આજે અમે તમને તેની પાછળનું ખાસ કારણ જણાવવા જઈ રહ્યા છીએ. સાથોસાથ એવું પણ જણાવશો કે ઘણા મોટા-મોટા સાધુ સંતોને પણ અગ્નિદાહ આપવાને બદલે સમાધિ દઈને શા માટે દફનાવવામાં આવે છે.

તો ચાલો પહેલા આ વાતને યોગ્ય રીતે સમજીએ કે આખરે હિન્દુ ધર્મમાં મૃતકને દફનાવવા ને બદલે અગ્નિદાહ શા માટે આપવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આગ એક એવો પ્રવેશદ્વાર છે જેના માધ્યમથી આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશ કરી શકાય છે. તેની સાથે જ હિન્દુ ધર્મમાં એવું પણ માનવામાં આવે છે કે અંતિમ સંસ્કાર ક્રિયા હકીકતમાં શરીરથી અલગાવ નું એક રૂપ છે, તેમાં જ્યારે શરીર બળીને રાખ થઈ જાય છે તો તે વ્યક્તિની આત્મા પાસે કોઈ લગાવ રહેતો નથી.

તેવામાં તે શરીરને સરળતાથી છોડી દેતી હોય છે અને આધ્યાત્મિક દુનિયા તરફ અગ્રેસર બની ને મુક્તિ પ્રાપ્ત કરી લેતી હોય છે. જણાવી દઈએ કે હિંદુ ધર્મ અનુસાર મૃત વ્યક્તિના શરીરને અંતિમ સંસ્કાર ૬ કલાકની અંદર કરી દેવો જોઈએ.

તો ચાલો હવે જાણીએ કે હિન્દુ ધર્મમાં કોઈ નવજાત બાળકના નિધન થયા બાદ તેને અગ્નિદાહ આપવાને બદલે શા માટે દફનાવવામાં આવે છે તે જાણીએ. તેનું કારણ એવું છે કે નવજાત બાળકની આત્માને તેના શરીર સાથે ઓછી લાગણી હોય છે તે શરીર સાથે ખુબ જ ઓછો સમય માટે રહેલ હોય છે, એટલા માટે તેને જેટલી લાગણી હોતી નથી અને તે સરળતાથી શરીરનો ત્યાગ કરી દેતી હોય છે.

બસ એજ કારણ છે કે હિન્દુ ધર્મમાં નવજાત બાળક અને સંતો તથા પવિત્ર પુરુષો ને નિધન બાદ દફનાવવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં મૌલિક સિદ્ધાંતો આત્માનાં સ્થાનાંતરગમન અને પુનર્જન્મ પર વિશ્વાસ કરવામાં આવે છે. તેને આધાર બનાવીને આ નિયમ બનાવવામાં આવે છે.

તો હવે તમે જાણી ગયા હશો કે મોટી ઉંમરના વ્યક્તિના શરીરને અગ્નિદાહ આપ્યા બાદ આત્માનો તે અવશિષ્ટ શરીર સાથે લાગણી સમાપ્ત થઈ જાય છે. જો કે નવજાત શિશુના સમયે તેની જરૂરિયાત આત્મા શરીર સાથે ન હોવાને લીધે રહેતી નથી. અમે આશા રાખીએ છીએ કે તમને અમારી આ જાણકારી પસંદ આવી હશે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *