ગુજરાતમાં પૂજાતા અને ખાસ કરીને સૌરાષ્ટમાં જેની પૂજા થાઈ છે જે દરેકની મનોકામના પૂર્ણ કરે એવા મોજીલા મામા દેવની ઉત્પતિ અને ઇતિહાસ વિશે જોઈએ..

ગુજરાતમાં તમે ગમે-ગામ અને શેરીએ-શેરીએ મામાદેવના મંદિર અને તેમની પૂજા અર્ચના થાય છે. અને તમે ગુજરાતના છો તો તમને એના વિશે ખબર પણ હશે. ખૂબજ મોટા પ્રમાણમાં મામાદેવના ભક્ત સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પરંતુ મોટા ભાગના લોકોને મોજ કરાવે એવા મામાદેવના ઇતિહાસ વિશે વિશેષ જાણકારી નથી. પ્રાચીનકાળની કથા અનુસાર શિવ પુરાણમાં કહેલું છે કે દક્ષ પ્રજાપતિની પુત્રી સતી એ ભગવાન ભોળેનાથ જોડે લગ્ન કર્યાં હતા અને આ કારણે પ્રજાપતિ દક્ષે યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભગવાન શંકરને ન હતું, આમન્ત્રણ ના મળતા એનો જવાબ જાણવા માતા સતી પિતાના યજ્ઞમાં જ્યાં છે.
યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા પતિ વિશે ખરાબ વેણ સાંભળીતે તે યજ્ઞમાં પોતાના શરીરને નાશ કરી દે છે, શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્ર ઘાતથી સતીના ૫૧ ભાગ થયા જેણે આપણે આજે ૫૧ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. આ બધી શક્તિપીઢ ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં આવેલી છે.
સતીના બલિદાનથી ક્રોધિત ભગવાન શિવ પોતાની જટાનો એક વાળ તોડી નાખે છે. આ જટાનો એક વાળ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીર ભદ્ર ઉત્પન થાય છે. જેની શક્તિ મહાદેવ જેટલી હોય છે. પછી વીર ભદ્ર પોતાની ઉત્પતિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે આ પૃથ્વી લોકની રક્ષા કરો. તમે ખીજડાના વૃક્ષમાં વાસ કરશો તમે રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમે લોકોની સેવા કરશો. આ સેવાકાર્યથી જગત તમને મામાદેવ તરીકે પૂજન કરશે.
શિવજીના કહેવાથી વીરભદ્ર એ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મામાદેવ તરીકે પૂજવા લાગ્યા, એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો. ત્યારથી લોકોએ એમને હાજરા હજુર મામાદેવ તરીકે ઓળખાતા થયા અને પૂજા અર્ચના કરે છે. એક જૂની પૌરાણિક કથા અનુસાર ધનુ રબારી નામના વ્યક્તિના ખેતરમાં ખીજડાનું ઝાડ હતું. ધનુ રબારીના પિતાએ કહ્યું હતું કે ખીજડાના વૃક્ષમાં મામાદેવ નિવાસ કરે છે.
આથી રોજ આ વૃક્ષની પૂજા કરવાની ધનુ રોજ રાત્રે ત્યાં સૂઈ જતાં હતા, જ્યારે તે સવારે જાગે ત્યારે ખેતરના બીજા છેડે હોય ઘણા દિવસ આવું થયું એક દિવસ ધનુભા રાતે સુતા નહિ અને અર્ધી રાત થઈ અને એક વ્યક્તિ તેમની પાસે આવીને બેસીને વાત કરી પછી તે વ્યક્તિ ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા. આ જોઈને ધનુ ચોંકી ગયા અને બોલવા લાગ્યા જય મામા દેવ..