શનિવારનાં દિવસે ભુલથી પણ આ વસ્તુઓ ખરીદવી નહીં, મોટાભાગનાં લોકોને તેની સાચી જાણકારી જ નથી…

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે અને શનિવારનો દિવસ શનિદેવનું પુજન કરવામાં આવે છે. માન્યતા છે કે શનિવારના દિવસે કોઈ એવું કામ કરવું જોઈએ નહીં, જેનાથી શનિદેવ નારાજ થઈ જાય. કારણ કે શનિદેવના નારાજ થવાથી વ્યક્તિએ આખી જિંદગી પરેશાની નો સામનો કરવો પડે છે. શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષની નીચે તેલનો દીવો પ્રગટાવો જોઈએ અને ગરીબોને દાન આપવું જોઈએ.
પરંતુ અમુક એવા કામ છે જે શનિવારના દિવસે ક્યારેય પણ ભુલથી કરવા જોઈએ નહીં. અને અમુક એવી ચીજો છે, જેને શનિવારના દિવસે ભુલથી પણ ખરીદવી જોઈએ નહીં. તો ચાલો તે વસ્તુઓ વિશે અમે તમને વિસ્તારપુર્વક જણાવીએ.
સરસવનું તેલ
શનિવારના દિવસે સરસવનું તેલ બિલકુલ પણ ખરીદવું જોઈએ નહીં. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં પરેશાનીઓ અને કષ્ટનો સામનો કરવો પડે છે અને તે રોગકારક હોય છે. સાથોસાથ શનિવારના દિવસે કોઈ પણ પ્રકારનું તેલ પણ ખરીદવું જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે શનિ દશામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો કાળા કુતરાને સરસવના તેલમાંથી બનાવેલ હલવો ખવડાવો. સાથોસાથ શનિદેવ પર તેલ ચઢાવવું જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
લોખંડ
શનિવારના દિવસે લોખંડમાંથી બનેલી કોઈપણ સામાનની ખરીદી કરવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે લોખંડનો સામાન ખરીદવાથી શનીદેવ નારાજ થઈ જાય છે. કારણકે લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. જો કે આ દિવસે લોખંડ નું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. દાન કરવાથી શનિદેવ ક્રોધિત થતાં નથી અને હંમેશા તમારી ઉપર આશીર્વાદ જાળવી રાખે છે. શનિવારના દિવસે લોખંડ નું દાન કરવાથી નોકરી તથા વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને દુર્ઘટનાઓથી પણ બચી શકાય છે.
અડદની દાળ
શનિવારનાં દિવસે અડદની દાળ પણ ભુલથી ખરીદવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે શનિવારના દિવસે અડદની દાળ ખરીદવી જોઈએ નહીં, પરંતુ તેનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ શનિવારના દિવસે અડદની દાળનું દાન કરવા માંગો છો તો તેને એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારના દિવસે ખરીદીને ઘરે લાવી શકો છો.
આંજણ
જો તમે આંજણ લગાવવાના શોખીન છો તો તેને ભુલથી પણ શનિવારના દિવસે ખરીદવું જોઈએ નહીં. શનિવાર ના દિવસે જે વસ્તુઓ ખરીદવાથી શનીદેવ નારાજ થઈ જાય છે તેમાંથી એક આંજણ પણ છે. કહેવામાં આવે છે કે જે મહિલાઓ શનિવારના દિવસે આંજણ કરી દે છે, તેમના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે.
કાળા કપડા
શનિવારના દિવસે કાળા કપડાં ખરીદવા જોઈએ નહીં અને ફેંકવા પણ જોઈએ નહીં. તેનાથી વિપરીત શનિવારના દિવસે કાળા કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે શનિવારના દિવસે કાળા વસ્ત્ર ધારણ કરવાથી તમે ખરાબ નજરથી બચીને રહી શકો છો અને શનિદેવ પણ તમારાથી પ્રસન્ન રહે છે. શનિવારના દિવસે કાળા વસ્ત્ર ધારણ કરી શકો છો. તેના માટે તમારે કાળા વસ્ત્ર એક દિવસ પહેલા ખરીદી લેવા જોઈએ.
મીઠું
શનિવારના દિવસે મીઠું ખરીદવું જોઈએ નહીં. કહેવામાં આવે છે કે શનિવારના દિવસે મીઠું ખરીદવાથી તે ઘર ઉપર કરજ લાવે છે અને આર્થિક સ્થિતિ કમજોર થઈ જાય છે. જો તમે કરજમાં ડુબવા માંગતા નથી તો શનિવારના દિવસે મીઠું ખરીદવું જોઈએ નહીં. મીઠું તમે શનિવારને બાદ કરીને અન્ય કોઇપણ દિવસે ખરીદી શકો છો પરંતુ શનિવારના દિવસે મીઠું ખરીદવાથી કરજ સતત વધવા લાગે છે અને ઘરમાં ઘણા પ્રકારની બીમારીઓનો વાસ રહેશે.