હવે ચા પીને કપ ફેંકવાની કે ધોવાની જરૂર નથી, આવી ગયા એવા કપ જેને તમે ખાઈ પણ શકશો…

હવે ચા પીને કપ ફેંકવાની કે ધોવાની જરૂર નથી, આવી ગયા એવા કપ જેને તમે ખાઈ પણ શકશો…

પ્લાસ્ટિકમુક્ત દુનિયા બનાવવા હવે લોકો પહેલ કરી રહ્યાં છે. આવામાં લોકો જાતે જ જાગૃત થઈને હવે પ્લાસ્ટિક મુક્ત દુનિયા બનાવવા નીકળી પડ્યા છે. ત્યારે વડોદરાની એક નાનકડી ચાની ચેંકડી પર આ અનોખી પહેલ જોવા મળી છે. વડોદરામાં ટી સ્ટોલ સંચાલકનો ચા વેચવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ચા પીઓ અને કપ ખાઈ જાઓ. નિઝામપુરા વિસ્તારમાં આવેલ ટી સ્ટોલના સંચાલકે રાજસ્થાનથી કપ મંગાવી નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં ચા પીને કપ ફેંકવાની કે ધોવાની જરૂર નથી. કારણ કે આ ઈટેબલ કપ છે, જેને ચા પીધા પછી ખાઈ શકાય છે.

પર્યાવરણ બચાવવા અને પ્લાસ્ટિકના કપના વિકલ્પ તરીકે હવે અનેક ગ્રોસરી ઈટેબલ બનાવવામાં આવે છે. જેમાં કપ, ચમચી, ડીશ પણ ઈટેબલ હોય છે, જેને ખાઈ લીધા બાદ ધોવા કે ફેંકવાની જરૂર નથી. વડોદરામાં લવકુશ ઠાકોર નામનો યુવક પોતાના ટી સ્ટોલ પર ઈટેબલ કપમાં ચા વેચાય છે. આ એક ખાસ પ્રકારનો કપ હોય છે, જે ઘંઉના લોટમાંથી બનાવવામાં આવે છે. આ કપમાં ચા સર્વ કરવામાં આવે છે. ચા પીધા બાદ ગ્રાહક તેને ખાઈ પણ શકે છે. આમ, ખાનાર વ્યક્તિ ચા-બીસ્કીટ ખાતો હોય તેવો પણ અનુભવ કરી શકે છે.

આ વિશે લવકુશ ઠાકોર કહે છે કે, છેલ્લા 4 દિવસથી ઇટેબલ કપમાં ચા વેચવાની શરૂઆત કરી છે. ગ્રાહકોને ટી સ્ટોલના સંચાલકનો નવતર પ્રયોગ ખૂબ પસંદ આવ્યો છે. લોકો અમારા આ પ્રયોગને વખાણી રહ્યાં છે. આ કોન્સેપ્ટ મેં યુટ્યુબ પર જોયો હતો. જેથી મને પણ તેવુ કરવાનો વિચાર આવ્યો. રિસર્ચ કર્યા બાદ મેં રાજસ્થાનથી આ કપનો ઓર્ડર મંગાવ્યો. અમે ચોકલેટ ફ્લેવરના કપ મંગાવ્યા છે, જેથી ગ્રાહકોને ચાની સાથે ચોકલેટ ફ્લેવર પણ મળી રહે છે.

આ એક નવો કન્સેપ્ટ છે. જેમાં ગ્લાસને ફેંકવાનો હોતો નથી, પરંતુ ચા પીધા પછી તેને ખાઈ જવાનો હોય છે. આ કપ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવ્યો છે. જેથી ખાનારને ચા-બિસ્ટીકની ફીલિંગ આવશે. જોકે, કપમાં અલગ અલગ ફ્લેવર નાંખવામાં આવે છે. જેથી કપ ખાનારને તેમાં ફ્લેવર મળે છે. આ ઉપરાંત આ કપ મજબૂત હોય છે. જેથી તેમાં ગરમ ચા સર્વ કરવાથી કંઈ થતુ નથી.

આ કપમાં ચા વેચવાથી ન માત્ર પ્લાસ્ટિક, પરંતુ પેપર કપ પણ બચાવી શકાય છે. આ રીતે પર્યાવરણને નુકસાન થતુ અટકે છે. એક ગ્રાહકે કહ્યું કે, કુલ્લડ કે કપમાં પીએ તો તેને ફેંકી દેવી પડે છે. તેથી આ કોન્સેપ્ટ સારો છે. મેં ચા સાથે કપ ખાઈને મને કંઈ સારુ લાગ્યુ. મારુ તો માનવુ છે કે દરેક ટી સ્ટોલ પર આ રીતે ઈટેબલ કપમાં ચા આપવી જોઈએ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *