ઘનશ્યામ પટેલ કેસમાં નવો ખુલાસો: હત્યારી પત્ની પતિને રોજ ઘેનની ગોળી પણ આપતી, પત્નીએ પ્રેમી સાથે મળીને….

ઘનશ્યામ પટેલ કેસમાં નવો ખુલાસો: હત્યારી પત્ની પતિને રોજ ઘેનની ગોળી પણ આપતી, પત્નીએ પ્રેમી સાથે મળીને….

ગાંધીનગર કોલવડા ગામમાં 23 જૂને પત્નીએ દીકરીએ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે પત્ની અને દીકરીની ધરપકડ કરી હતી. હત્યાના બનાવમાં એકાએક વળાંક આવ્યો છે. પતિ ન ગમતો હોવાથી મોટેરામાં રહેતા પ્રેમી સાથે પત્ની પ્રયણફાગ ખેલી રહી હતી, જેમા બંને જોડે રહી શકે અને પતિના ભાગની કોવડા ગામની કરોડો રૂપિયાની 3 વીઘા જમીન હડપ કરી શકાય તે હેતુથી હત્યા કરાઈ હતી. પોલીસે પ્રેમીની પણ ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ કોલવડામાં 23 જૂને કુખ્યાત મૃતક જશુ પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની તેની પત્નીએ દીકરીએ સાથે મળીને હત્યા કરી હતી. પોલીસે હત્યારી પત્ની ઋષિતાના ફોનની કોલ ડિટેઇલ કઢાવી હતી, જેમાં ઋુષિતા મોટેરામાં રહેતા 42 વર્ષીય સંજય દશરથ પટેલ સાથે વારંવાર ફોન કરતી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ સંજય પટેલની પૂછપરછ કરવામાં આવતાં પોલીસ સમક્ષ વારંવાર નિવેદન બદલતો હતો. આથી પોલીસને શંકા ગઈ હતી.

સંજયની પત્નીની ધરપકડ કરાશે
સંજય પટેલની પત્ની સોનલ પટેલ ઋષિતાની ખાસ મિત્ર બની ગઇ હતી. જ્યારે સંજય કોલવડા આવવા નીકળ્યો હતો તે સમયે સોનલ પણ ઋષિતાને મળવું છે કહીને સાથે આવી હતી. સંજયની ના છતાં સોનલ આવી હતી. સોનલને પતિ અને તેની મિત્ર ઋષિતાએ હત્યાનો પ્લાન કર્યો છે તેની બિલકુલ માહિતી ન હતી. જ્યારે ઘરે આવીને હત્યા કરવામાં આવ્યા પછી સોનલ પણ તેમાં ભાગીદાર બની ગઇ હતી.

છેડતીનો પ્લાન ઘડી રાખ્યો હતો
હત્યા કર્યા પછી ઘનશ્યામ પટેલે તેની દીકરીની છેડતી કરી હતી અને પરિણામે રોજના ત્રાસથી કંટાળીને કટર અને દસ્તો માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, તેવો પ્લાન પણ પોલીસને કહેવા બનાવી રાખ્યો હતો. પોલીસની ધરપકડ પછી ઋષિતાએ પ્લાન પછી પોલીસને દીકરીની છેડતીની બાબત કહી હતી.

ઋષિતાએ સંજયને બોલાવી રાખ્યો હતો
ઋષિતાને સંજય સાથે પ્રેમ થતાં બંને સાથે રહેવા માગતા હતા. આથી ઋષિતા અને સંજયે ઘનશ્યામની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ગત 23 જૂનના રોજ નક્કી કર્યા મુજબ ઋુષિતાએ સંજયને પહેલેથી કોલવડાની નજીક આવીને રહેવા જણાવ્યુ અને અને હુ ફોન કરુ એટલે ઘરે આવી જજે, ઋુષિતાએ ફોન કરીને સંજયને બોલતાવા ઘનશ્યામ ઘરે આરામ કરતો હતો. તે દરમિયાન જ ઘનશ્યામને ઉંઘમાં કટરના ઘા મારી દીધા હતા.

ઋષિતા રોજ ઘેનની ગોળી આપતી હતી
હત્યારી ઋુષિતા દોઢ વર્ષ સુધી ચાંદખેડામા રહી હતી અને એક સપ્તાહ પહેલા જ કોલવડામા આવી હતી. પરંતુ અહિંયા આવ્યા પછી દરરોજ ઘેનની ગોળીઓ આપતી હતી જ્યારે ભર નિંદરમા હતો, ત્યારે જ હત્યારી પત્ની ઋષિતાએ પ્રેમીને બોલાવીને તેની હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા પછી ઘનશ્યામ તરફડિયા મારતાં ચારેયે પગ પકડી રાખ્યા હતા
કોલવડામા ઘરે હત્યા કર્યા પછી ઘરમા જ ઘનશ્યામ તરફડીયા મારવા લાગ્યો હતો. જેથી હત્યારી પત્ની ઋુષિતા, તેની 15 વર્ષિય દિકરી, પ્રેમી સંજય પટેલ અને સંજયની પત્નિ સોનલ પટેલે સાથે મળીને ઘનશ્યામને મોત આપ્યુ હતુ. જ્યારે ઘનશ્યામ તરફડીયા મારતો હતો, તે દરમિયાન સોનલ પટેલે ઘનશ્યામના પગ પકડી રાખ્યા હતા.

ઘનશ્યામનાં મૃત્યુ પછી 3 વીઘામાંથી સંજયને ભાગ આપવાનું નક્કી કર્યું હતું
ગાંધીનગર આસપાસની જમીનોના ભાવ આસામાને આંબી રહ્યા છે. જ્યારે કોલવડા ગામનો મહાપાલિકામા સમાવેશ થઇ ગયો છે, ત્યારે કોલવડામા પણ જમીનોના ભાવ આશરે 3 કરોડ બોલાઇ રહ્યા છે. ઘનશ્યામ પટેલના ભાગમા 3 વિઘા જમીન આવી છે, જો ઘનશ્યામને પતાવી દેવામા આવે તો તમામ સંપતિ ઋુષિતાના નામે થઇ જાય. તે સમજીને 3 વિઘા જમીનને વેચીને રૂપિયા આવે તેમાંથી સંજયને ભાગ આપવાનુ નક્કી કર્યુ હતુ.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *