સુરતમાં એક મહિલા પર બે વાર સ્કૂલ વાનનું ટાયર ફરી વળ્યું, તો પણ…જુઓ વિડિઓ..

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ અકસ્માતની ઘટના સુરત શહેરની છે જ્યા એક સોસાયટીમાઁ જઈ રહેલ મહિલા પર બે વાર સ્કૂલવાન ફરી વળી છતાં તે મહિલા જીવિત છે તેમજ તેને ગંભીર ઇજાઓ પણ થઈ હતી આ સમગ્ર ઘટના સોસાયટીમાઁ લાગેલ CCTV કેમેરામાઁ કેદ થઈ હતી. આ ઘટના નો વીડિયો તમને વિચલિત કરી શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલા પર બે વાર સ્કૂલવાનનું ટાયર ફરી વળતા છતાં તેનો જીવ બચિ જાય છે.
આ વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે મહિલા સોસાયટીની અંદર ચાલીને જઈ રહી હતી ત્યારે રિવર્સ આવતા સ્કૂલવાન પાછળ ચડી આવી અને મહિલા તે સ્કૂલવાનની નીચે આવી ગઈ અને થોડે સુધી ઢસાડાઈ બાદમાં તેના પરથી ડ્રાઇવર સીટનું ટાયર ફરી વાળ્યું જોકે હજી સ્કૂલવાન ઉભી નો રહી અને ફરીથી તેણે આગળની બાજુ વાન ચલાવતા ટાયર મહિલા પરથી બીજી વાર ફરી વળ્યું બાદમાં સ્કૂલવાન ચાલક યુવકને લાગે છે કે નીચે કાક અડચણરૂપ બને છે જોકે તેને અત્યાર સુધી કશું પણ ખબર નોતી કે તેની વાનની નીચે મહિલા છે. આ ઘટનામાં મહિલાને થાપા નાં ભાગ માં અને પાસડીમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તે નીચે ઉતરીમે જોવે છે તો તેને એક મહિલા ઇજા પામલે હાલતમાઁ જોવા મળે છે અને તરતજ તે તેની સ્કૂલવન ત્યાંથી દૂર કરે છે. અને આજુબાજુના લોકો જોઈ જતા તતે મહિલાને બચાવવાં માટે દોડી આવે છે. આ બધીજ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાઁ કેદ થવા પામી હતી જે સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક અકસ્માત નો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે