ગુજરાતના ગ્રીન સીટીમાં ONGC ટ્રકે સાઇકલ પર જતા માસુમ બાળકને કચડી નાખ્યો, ઘટના સ્થળેજ મો’ત…

જેમ તમને ખબરજ છે કે વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાને લીધે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. હાલ છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટના ખુબજ વધી રહી છે તેમજ વ્યક્તિનું મૃત્યુદર નો આંક પણ વધ્યો છે. હાલ એક તેવોજ અકસ્માત સામે આવી રહ્યો છે. જેમાં એક નાના બાળકનું મૃત્યુ થાઈ છે. ચાલો તમને સમગ્ર ઘટના જણાવીએ.
આ ઘટના ગાંધીનગર માંથી સામી આવી છે. જ્યા અવાર નવાર આવા અકસ્માટ બનતા જોવા મળે છે. જયારે ત્રણ દિવસ અગાઉ જ નર્સરીનાં કમ્પાઉન્ડમાં રમી રહેલા એક વર્ષના માસુમ પરથી ટ્રક ફરી વળતાં મોતની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે ગઈકાલે સાંજના સમયે પણ પાનસર ત્રણ રસ્તા પર ઓએનજીસીની ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી અકસ્માત કરીને આઠ વર્ષીય સાયકલ સવાર કિશોરનું માથું ટ્રકના ટાયર નીચે છૂંદી નાખી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમજ આ ઘટનાની ફરિયાદ પણ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવી છે.
મળતી માહિતી પ્રમાણે કલોલનાં પાનસર ત્રણ નજીક રહેતાં રીક્ષા ચાલક નાસીરહુસૈન અંસારીનાં પરિવારમાં પત્ની તેમજ 7 માસ નો દીકરો, છ વર્ષની દીકરી તેમજ આઠ વર્ષનો દિકરો મહંમદ હતો. જે ધોરણ – 2 માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજના સમયે નાસીરભાઈ રીક્ષા લઈને કલોલથી અમદાવાદ તરફ ધંધા અર્થે ગયા હતા. આ દરમ્યાન ઘરે પત્ની અને બાળકો હાજર હતા. અને આઠ વર્ષનો મહંમદ સાઈકલ ચલાવી રહ્યો હતો. ત્યારે સાડા સાત વાગ્યાના અરસામાં ઓએનજીસીનાં ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને સાયકલને અડફેટે લીધી હતી.
ઘટના એવી હતી કે સાયકલને અડફેટે લેતાં મહંમદ ઊંચકીને રોડ પર પટકાયો હતો. એ સાથે જ ટ્રકનું પાછળનું ટાયર મહંમદનાં માથાં પરથી ફરી વળ્યું હતું. જેનાં પગલે મહંમદનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અને ટ્રક ચાલકને સબક શીખવાડવાની ફીરાકમાં હતા. તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રકચાલકને સુરક્ષિત રીતે પોલીસ મથકે લઈ ગઈ હતી.આ અંગે કલોલ શહેર પોલીસ મથકના પીએસઆઇ ડી કે ઠાકોરે જણાવ્યું હતું કે, ટ્રક ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર બાંધેલી છે. જેનાં ચાલકે ઓએનજીસીથી નીકળીને પાન સર ત્રણ રસ્તા પાસે સાયકલને અડફેટે લઈ બાળકનું માથું ટાયર નીચે છુંદી નાખ્યું હતું. જેનાં પગલે પિતાની ફરિયાદના આધારે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.