મહિલા શિક્ષકે કરી આત્મહત્યા : આત્મહત્યા પાછળનું કારણ હાથમાં લખ્યું કે મમ્મી પપ્પા સોરી, આ આત્મહત્યા હું…..

મહિલા શિક્ષકે કરી આત્મહત્યા : આત્મહત્યા પાછળનું કારણ હાથમાં લખ્યું કે મમ્મી પપ્પા સોરી, આ આત્મહત્યા હું…..

આપણે અનેક આત્મહત્યા ના કિસ્સો જોયા હસે. જેમાં નાની નાની વાતો ના લીધે લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. આવી આત્મહત્યા કરતા તેઓ પાછળ તેમના પરિવારનું સુ થશે તે અંગે વિચારતા જ નથી. હાલમાંજ દિલ ને કંપાવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે આત્મહત્યા કરી. માનવામાં નહિ આવે પણ આ સાચું છે કે એક શિક્ષિત અને સમજદાર વ્યક્તિ પણ આવું કરી શકે છે. આ કિસ્સો ભોપાલ નો છે જેમાં એક મહિલા શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે.

ભોપાલમાં એક મહિલા શિક્ષક ની લાશ પંખા સાથે લટકાયેલી હાલત માં જોવા મળી હતી.પતિનું કહેવું છે કે તેને ફાંસી લગાવી ને આત્મહત્યા કરી હતી.જ્યારે પિયરના લોકો નું કહેવું છે કે તેમાં સાસરિયા ના લોકો એ તેને મારી નાખી. હાલમાં પોલીસ આ આત્મહત્યા નું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. પરંતુ જે રીતે પતિના ફોટો ની પાછળ અને હથેલી માં જે નોટ થયેલું જોવા મળ્યું તેનાથી અનેકો સવાલો ઊભા થતાં જોવા મળે છે.જેમાં પતિ ના ફોટો પાછળ લખ્યું કે હું બેવફા નથી. અને હથેળી માં લખ્યું કે ,હું મારી મરજી થી જાન લઈ રહી છું. મમ્મી પપ્પા ,ભાઈ સોરી , મારો મંગળ મારી જાન લઈ ગયો.

મૃતકનું નામ ઇન્દુ સાહુ છે જેની ઉંમર ૩૭ વર્ષ છે. જે મૂળ ગૈરતગંજ ના રાયસેન ની રહેવાસી હતી. ૩ વર્ષ પહેલાં જ ઇન્દુ સાહુ ના લગ્ન ભોપાલ માં છોલા ગામ ના રહેવાસી સુભાષ સાહુ સાથે થયા હતા. સુભાષ સંગીત શિક્ષક છે જ્યારે ઇન્દુ સરકારી સ્કૂલની પ્રવાસી શિક્ષક હતી.ગુરુવારે સવારે સુભાષે પોલીસ ને સૂચના આપી કે ઇન્દુ એ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યાં સુધી માં પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ તેની લાશ ને ઉપર થી ઉતારી લેવામાં આવી હતી. અને બપોર સુધી માં તેના પરિવારના લોકો પણ ભોપાલ આવી પહોંચ્યા. ઇન્દુ ના ભાઈ પ્રદીપ નું કહેવું છે કે બહેને જે રૂમમાં આત્મહત્યા કરી તેજ રૂમની બહાર તેના સસરા ઇમરત લાલ બેઠા હતા. આથી એમ કેમ બની સકે કે તેમને જાણ જ ના થઈ હોય . આમ ભાઈએ બહેન ની હત્યા નો આરોપ લગાવ્યો જ્યારે તેના પિતા નું કહેવું છે કે તેના જમાઈ દીકરીના ચરિત્ર પર શંકા કરતા હતા.અને બ્લેકમેઇલ કરતા હતા.

દીકરીના પિતા ગૈરતગંજ માં વ્યાપાર કરતા હતા. તેમણે જણાવ્યું કે દીકરી ના લગ્ન ધામધૂમ થી કરવામાં આવ્યા હતા. દહેજમાં દીકરી જમાઇ ને ૧૬ તોલું સોનું પણ આપવામાં આવ્યું હતું. તેમને કોઈ ખામી આવવા દીધી નહોતી છતાં તેઓ દીકરી ને બ્લેમેઇલ કરતા. અને હાલમાંજ દીકરી નું નામ લખી જમાઈ એ સુસાઇડ નોટ પણ લખી હતી.અને વારંવાર કહેતા કે હું આત્મહત્યા કરી લઈશ. દીકરીના પિતા મદનભાઈ સાહુ એ જણાવ્યું કે સવારે જ દીકરીનો ફોન આવ્યો હતો. ત્યારે તેણે બધું સારું છે એમ જણાવ્યું હતુ.જમાઈ ને બીજી અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ છે. તે દીકરીના ચરિત્ર પર શંકા કરી તેને બલેકમૈલ કરતા હતા. ૨ દિવસ પહેલા જ દીકરી એ જણાવ્યું હતું કે પતિ પિયર આવવા નથી દેતા. અને તે ક્યારેય દીકરી ને લઈને પિયર આવતા નહિ.જો તેને નહોતી રાખવી તો તે તેને છોડી શકેત. દીકરીના હાથમાં જે જોવા મળ્યું છે તે તેના સાસરિયા વાળા ની જ કરતૂત છે. મારી દીકરી આવું કરી જ ના સકે. તેના ગળા પર ઘાવ ના નિશાનો છે તેને મારવામાં આવતી હતી.

ઇન્દુ ના ભાઈ એ જણાવ્યું હતું કે બહેનનો પતિ સુભાષ બહેનની દવા પણ તે કરાવતો નહોતો.પિયરીયા વાળા સાથે વાત ના કરી શકે એટલા માટે અમારા બધાના નંબરો બ્લોક લીસ્ટ માં નાખી દીધા હતા. ગુરુવારે સવારે જ બહેને કહ્યું હતું કે બધું હવે બરાબર છે આથી અમે તેને મળવા આવવાના જ હતા. પરંતુ આ ઘટના બની ગઈ .મૃતદેહના પીએમ દરમિયાન સુભાષ સાહુ પણ હમીદિયા હોસ્પિટલના શબઘરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઈન્દુ નો ભાઈ ગુસ્સો થઈ ગયો હતો. જ્યારે તેને આ મૃત્યુનું કારણ પૂછવાનું શરૂ કર્યું, ત્યારે જ તે ભાગી ગયો. સુભાષ સિવાય તેમના પરિવારનો અન્ય કોઈ સભ્ય પહોંચ્યો ન હતો.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *