સોતેલો બાપ જ રાક્ષસ બન્યો, 16 વર્ષની દીકરીને ઊંઘમાં જ ના કરવાનું કરતો, એકલતામાં એવી-એવી હરકતો…

સોતેલો બાપ જ રાક્ષસ બન્યો, 16 વર્ષની દીકરીને ઊંઘમાં જ ના કરવાનું કરતો, એકલતામાં એવી-એવી હરકતો…

દીકરી અને તેના પિતાનો સ્વભાવ ખૂબ જ ગાઢ માનવામાં આવે છે. કારણ કે દીકરીને જ્યારે પણ મુશ્કેલી પડે છે. ત્યારે તેની માતાને કહેવાને બદલે સૌપ્રથમ તેના પિતાને કહે છે. કારણ કે દીકરી તેના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે દીકરો તેની માતાને ખૂબ વધારે પ્રેમ કરે છે. દીકરી તેમજ પિતા અને દીકરો તેમજ માતાના સબંધની કોઈ જોડ જ નથી..

પરંતુ હાલ પિતા-પુત્રીના સંબંધોને શરમમાં મૂકી દે તેઓ એક મામલો સુરતના નાનપુરા વિસ્તારમાંથી નજરે ચડ્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ તમે પણ ગુસ્સામાં લાલઘૂમ થઈ જશો અને આ અહેવાલ બાદ સામે ગુસ્સો ઠાલવવા લાગશો. હકીકતમાં એક મહિલાના લગ્ન મુંબઈ રહેતા એક યુવક સાથે થયા હતા..

બન્નેનું લગ્નજીવન ખૂબ સારું ચાલતું હતું. સુખી લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્ર તેમજ એક પુત્રીનો જન્મ થયો હતો. સંતાનો ના જન્મ બાદ અવારનવાર બંને વચ્ચે ઝઘડો થવાના કારણે મહિલાએ મુંબઈના યુવકને છૂટાછેડા આપી દીધા હતા અને પોતાના ત્રણ સંતાનો ને લઇને સુરત આવી પહોંચી હતી..

ત્યાં સુરતના નાનપુરા વિસ્તારમાં ફિરોજઅલી અબ્બાસ શેખ નામનો એક યુવાન રહેતો હતો. તેની સાથે આ મહિલાએ બીજી વાર લગ્ન કર્યા હતા. ફિરોઝઅલી અબ્બાસ શેખ સાથે લગ્નજીવન ખૂબ સરસ ચાલે છે. આ લગ્નજીવન દરમિયાન તેને એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો છે. એટલે કે કુલ બે દીકરી અને ત્રણ દીકરાઓની સાચવણી આ મહિલા એકલી કરે છે.

પ્રથમ લગ્ન દરમિયાન જન્મ થયેલી દીકરી આજે 16 વર્ષની થઈ ગઈ છે. સોળ વરસની આ દીકરીને તેના સાવકા પિતા ફિરોજ શેખ અવારનવાર હેરાનગતી પહોંચાડતો હતો. ફિરોઝની નજર છેલ્લા ઘણા સમયથી તેની 16 વર્ષની સાવકી દીકરી ઉપર હતી. જ્યારે આજે રાત્રે સૂતી હોય ત્યારે ઊંઘમાં તેને શારીરિક અડપલા કરતો હતો..

તેમજ શરીરને એવી રીતે અડકતો હતો કે જાણે કોઈ નરાધમ તેના પર તૂટી પડ્યો હોય. આવી હરકત તે અવારનવાર કરવા લાગ્યો હતો. એટલા માટે દીકરીએ તેની માતાને કહ્યું હતું કે તેના સાવકા પિતા તેની સાથે આ પ્રકારની હરકતો કરે છે. પરંતુ માતાએ તેને ચૂપ કરાવી દીધી હતી અને કહ્યું હતું કે આ બધા તારા મનના વહેમ છે..

ફિરોઝ ખૂબ સારા વ્યક્તિ છે. પરંતુ થોડા દિવસ બાદ ફરી એકવાર ફિરોઝે આ પ્રકારની હરકતો 16 વર્ષની દીકરી સાથે કરી હતી. જેથી દીકરી ખૂબ જ કંટાળી ગઈ હતી અને ઘર છોડીને મુંબઈ ખાતે રહેતા તેના સગા પિતા પાસે ચાલી ગઈ હતી. જ્યાં તેણે તેને સમગ્ર ઘટના જણાવી હતી.

આ વાત સાંભળતાની સાથે તાત્કાલિક ધોરણે દીકરીના સગા પિતાએ મુંબઈના પોલીસ સ્ટેશનમાં આ હેવાની બાપ સામે ફરિયાદ નોંધાવી હતી. મેઘવાડી પોલીસ સ્ટેશન સુરત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરી હતી. અને જોતજોતામાં જ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ સાવકા પિતાની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ સંબંધને કારણે બાપ દીકરી ના સબંધ શરમમાં મૂકાઈ ગયા છે. રોજ બનતા કિસ્સાઓમાં આખરે લોકો વિચારવા પર મજબૂર બની ગયા છે કે, હવે ત્યારે લોકોની માનસિકતા સુધરશે અને આવા બનાવો બનતા અટકવા લાગશે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *