મહિલા ટીચરે કર્યા એવા એવા કાળા કામ કે જાણીને ભલભલાના હોશ ઉડી ગયા…

મહિલા ટીચરે કર્યા એવા એવા કાળા કામ કે જાણીને ભલભલાના હોશ ઉડી ગયા…

રાજસ્થાનના ઝૂંઝૂંનુના ગુડાગૌડજી ગામમાં પહેલાં પતિના ખોટાં ડેથ સર્ટિફિકેટથી નોકરી મામલે પોલીસે એક મહિલા ટીચરની ધરપકડ કરી છે. મહિલાએ ખોટા ડોક્યુમેન્ટ પર ગ્રેડ થર્ડની નોકરી લીધી અને 14 વર્ષમાં 88 લાખ રૂપિયાની સેલેરી ઉઠાવી હતી. આશ્ચર્યની વાત છે કે, મહિલા ટીચરે ત્રણ લગ્ન કર્યા હતાં. ત્રીજા પતિ સાથે ઝઘડો થતાં તેણે આ વાત પોલીસને જણાવી હતી. તપાસમાં દોષી સાબિત થતાં શનિવારે તેની ધરપકડ કરી જેલભેગી કરી દીધી હતી.

પોલીસ અધિકારી સંજય વર્માએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલી મંજૂ દેવી સીકર જિલ્લાના બિડોદી છોટી ગામની રહેવાસી છે. મંજૂની ત્રીજી સાસરી તોગડામાં છે. અત્યારે મહિલા ચૌમૂંની પાસે ગોવિંદગઢ પંચાયત સમિતીની ઢાણી ઇટાવાના સ્કૂલમાં શિક્ષકના પદ પર તહેનાત છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મંજૂના લગ્ન જૂન 1996માં ખેદડોની ઢાણી તન ગુઢાગૌડાજીના રામનિવાસ ઉર્ફે નિવાસરામ પુત્ર ભૂરારામ જાટ સાથે થયાં હતાં.

લગભગ ચાર વર્ષ પછી 2000માં તેમના છૂટાછેડા થયા હતાં. આ પછી તેણે બીજા લગ્ન કર્યા હતાં. મંજૂ કુમારીએ લક્ષમણગઢના કુમાસનિવાસી બાબૂલાલ સાથે લગ્ન કર્યા છે. આ વચ્ચે રામનિવાસીનું 11 ડિસેમ્બર 2001માં મોત થઈ ગયું હતું. જેનું ડેથ સર્ટિફિકેટ 20 ડિસેમ્બર 2001માં જાહેર થયું હતું.

સરકારી નોકરી માટે મંજૂએ બીજા લગ્નની વાત કોઈને જણાવી નહીં. આ સાથે જ બીજા લગ્ન પછી પણ પહેલાં પતિનું એક ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી 2008માં ગ્રેડ થર્ડ ટીચરની નોકરી પર લાગી ગઈ હતી. પહેલાં પતિનું મોત વર્ષ 2001માં થયું હતું. સરકારી નોકરી માટે મંજૂએ વર્ષ 2000નું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું.

બીજા પતિ સાથે પણ લગ્ન વધુ ટ્ક્યા નહીં. અનબન થયા પછી બીજા પતિ બાબૂલાલના પણ છૂટાછેડા થઈ ગયાં હતાં. આ પછી 3 જૂન 2011માં તોગડા નિવાસી મહેશ કુમાર સાથે ત્રીજા લગ્ન કર્યા હતાં. તેમની વચ્ચે પણ ઘણીવાર અનબન થતી હતી. મંજૂ દેવીએ ત્રીજા પતિ મહેશ કુમાર વિરુદ્ધ દહેજ ઉત્પીડન કેસ દાખલ કર્યો હતો. મહેશ કુમારે વર્ષ 2021માં ઝૂંઝૂંનુમાં એસપીને ફરિયાદ કરી હતી. એસપીની સામે મંજૂનો ખુલાસો થયો હતો. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેની તપાસ એસઆઈ બંશીધરે કરી છે. તપાસમાં તે દોષી સાબિત થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, તે લગભગ 88 લાખ રૂપિયાની સેલેરી લઈ ચૂકી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *