ગુજરાત : આ મોટા સિટીમાં માત્ર 4 હજાર રૂપિયા માટે લુખ્ખા તત્વોએ યુવકની હ’ત્યા કરી નાખી…

માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે કોઈની હત્યા કરવામાં આવે તે કદાચ તમારા માનવામાં નહી આવે, પરંતુ આવી ઘટના સામે આવી છે રાજકોટમાં. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર માત્ર 4 હજાર રૂપિયાની ઉધરાણી મામલે ગત 13 તારીખના રોજ પાટીદાર યુવક પર છરી વડે હુમલા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.
ગત 13 તારીખના રોજ પોસ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર સાંજના સમયે મૌલિક ઉર્ફે ભોલો કાકડીયા નામના પાટીદાર યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો સારવાર દરમિયાન મૌલિકે દમ તોડી દીધો. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યા કરનાર બંન્નેની વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્યમાં આવી હત્યાના કેસ રોજ વધતા જાય છે જે આપડી સરકાર માટે એક પડકારરૂપ કિસ્સો છે, રાજ્યમાં આવી જ રીતે હત્યા વધશે તો આમ પ્રજા શું કરશે બિચારી..
ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે
ગાંધીનગરઃ ગુજરાતમા આગામી બે દિવસ પણ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.