પુનર્વસુ નક્ષત્ર બેસતા જ ખેડૂતોની ચિંતા દુર, આ તારીખથી વરસાદ બોલાવશે ભુક્કા..વાંચો મોટી આગાહી..!

પુનર્વસુ નક્ષત્ર બેસતા જ ખેડૂતોની ચિંતા દુર, આ તારીખથી વરસાદ બોલાવશે ભુક્કા..વાંચો મોટી આગાહી..!

વરસાદના મોટાભાગનો આધાર વરસાદી સિસ્ટમ અને નક્ષત્રની ચાલ ઉપર રહેલો હોય છે. જુદા જુદા નક્ષત્ર પ્રમાણે વરસાદની ગતિવિધિ જુદી જુદી રહે છે. આદ્રા નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદ વરસે છે. પરંતુ હવે આદ્રા નક્ષત્ર પૂર્ણ થઈ ગયું છે. અને પુનર્વસુ નક્ષત્ર શરૂ થયું છે. આ નક્ષત્રની અંદર ખૂબ વધારે પ્રમાણમાં પવન ફૂંકાવા લાગે છે..

જ્યારે વરસાદ વરસે છે. ત્યારે તોફાની પવન સાથે વરસાદ વરસે છે. અને જ્યારે વરસાદ જતો રહે ત્યારે ખૂબ જ બફારાનો અનુભવ થાય છે. આ નક્ષત્રની અંદર ખેતીમાં ખૂબ જ વધારે માત્રામાં નુકસાની થવાની ભીતી રહે છે. ગુજરાતમાં પુનર્વસુ નક્ષત્રને લઈને હવામાન વિભાગે તેમજ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતોએ ખૂબ જ મોટી આગાહીઓ આપી દીધી છે…

આ નક્ષત્ર 6 તારીખથી 19 તારીખ સુધી રહેશે. આ તમામ સમય દરમિયાન ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડશે. તો કેટલીક જગ્યાએ ભારે પવન સાથે તોફાની વરસાદ પણ ત્રાટકશે તેવી આગાહીઓ આપવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તી તેમજ…

જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી, કાળાભાઈ હડમતીયાવાળા, અંકિત પટેલ સહિતના તમામ હવામાન શાસ્ત્રીઓએ ગુજરાતમાં 8 અને 9 તારીખના રોજ ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહીઓ આપી દીધી છે. આ તમામ દિવસો દરમિયાન કયા જિલ્લાઓમાં રેડ આપવું અને કયા જિલ્લાઓમાં રેડ એલર્ટના આપવા તમામ બાબતો પણ જાહેર કરી છે..

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, કચ્છ આ તમામ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, તાપી, ડાંગ, ભરૂચ, ભાવનગર જિલ્લાઓને ઓરેન્જ જ્યારે બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, આ તમામ તાલુકાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પુનર્વસુ નક્ષત્ર બેસતાની સાથે જ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે, હવે ખેડૂતોને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તેમજ તેઓને વાવણીની જે ચિંતા હતી એ તમામ ચિંતાઓ દૂર થઈ જશે. કારણ કે આ નક્ષત્રની અંદર 8 અને 9 તારીખના રોજ મેઘરાજા ભુકા કાઢતો વરસાદ વરસાવા જઈ રહ્યા છે..

અને આ વરસાદને રાજ્યના સૌ કોઈ ખેડૂત મિત્રો હોંશે હોશે આવકારશે કારણકે એક વખત ખેતરમાં વાવણી થયા બાદ જોઈએ તેવો સારો વરસાદ વરસ્યો નથી. પરંતુ વરસાદની આ ખૂબ મોટી આગાહી મળતા જ ખેડૂતો રાજીના રેડ થયા છે. આ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં કુલ 10 કરતાં વધારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ કહેનાત કરી દેવામાં આવી છે..

તો અમુક તાલુકાઓમાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. દરિયાકાંનારાના વિસ્તારો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર નજીકના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના પગલે એનડીઆરએફની ટીમો તમામ બચાવગીરીના સાધનો સાથે તેહનાત થઈ ગયા છે.

આ સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે અને બંદરો ઉપર સિગ્નલ પણ લગાવી દેવામાં આવે તેની સૂચના આપી દેવામાં આવી છે. ગઈકાલે રાજ્યના હવામાન ખાતાના અધિકારી ડોક્ટર મનોરામાં મોહંતીએ આગાહી આપતા જણાવ્યું હતું કે, આવનારા ચાર દિવસો ગુજરાત ઉપર ખૂબ જ ભારે બનવા જઈ રહ્યા છે..

કારણકે આ બંને દિવસો ગુજરાતમાં એટલો મુસળધાર વરસાદ વરસવા જઈ રહ્યો છે કે, જેને કારણે તંત્રને સજજ કરી દેવામાં આવ્યું છે. તેમ જ કેટલાય વિસ્તારોમાં ભારે એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. હાલ આ આગાહીની પૂર્વ અસરને પગલે જુદા જુદા તાલુકાઓમાં ભારે તીવ્રતાથી વરસાદ ખાબકી રહ્યો છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *