માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : પાળતુ પ્રાણીએ બે વર્ષના બાળક પર કર્યો હુમલો, થયું કમકમાટી ભર્યું મોત…

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : પાળતુ પ્રાણીએ બે વર્ષના બાળક પર કર્યો હુમલો, થયું કમકમાટી ભર્યું મોત…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે ઘણી વખત કોઈ નાની ભૂલ કે બેદરકારીને લીધે પણ ગંભીર અકસ્માત થતું હોઈ છે. જેમાં વ્યક્તિનું મોત નીપજે છે. હાલ એક તેવોજ ગંભીર અકસ્માત સામેં આવી રહ્યો છે. જેમાં ત્રણ શ્વાને એક સાથે 2 વર્ષના બાળક પર હુમલો કરતા બાળકને ઇજા પહોંચતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના જૂનાગઢમાથી સામી આવી રહી છે. જ્યાં માણાવદર પંથકમાં બે વર્ષના બાળકને ત્રણ કૂતરાઓએ ફાડી ખાધી હતી. જેના કારણે આખા પંથકમાં અરેરાટી છવાઇ ગઇ હતી. આ બાળકીને સારવાર માટે જૂનાગઢની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ માસૂમ બાળકીનું મોત નીપજ્યુ હતુ.

વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નાના વાટા ગામનો ખેત મજૂર પરિવાર કામ માટે જૂનાગઢના માણાવદરમાં આવ્યા હતા. આ પરિવારમાં દૂર્ઘટના સર્જાતા શોક છવાયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જગદીશ રાઠવાના 2 વર્ષના રવિન્દ્ર નામનું બાળક પોતાના ઘર પાસે રમતો હતો. આ દરમિયાન 3 કુતરા તેની આસપાસ આવી ગયા હતા. જોતજોતામાં કૂતરાઓએ આ માસૂમ બાળકને ફાડી ખાધો હતો. બાદમાં જ્યારે કુતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવયા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.

આમ આ ઘટના બાદ ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. કૂતરાઓએ બાળકને માથાના ભાગથી ઇજાગ્રસ્ત કરી દીધો હતો. આ દૂર્ઘટનામાં કૂતરાઓના અવાજને કારણે પરિવારને આ અંગેની જાણ થઇ હતી. જે બાદ આખા પંથકમાં ફફડાટ ફેલાયો હતો.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *