વાલીઓ માટે ચેતવણી રુપ કિસ્સો : સુરેન્દ્રનગરમા અઢી વર્ષના બાળકનુ એવી રીતે મોત થયુ કે જાણી ને હચમચી જશો..

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ ઘટના વઢવાણ શ્રીમંત પ્રસંગે આવેલ એક પરિવારના નાના બાળક સાથે બની છે જેમાં બાળકનું પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયું. ત્યારે સગાને ત્યા બેસવા જતા બોરીયા વિસ્તારની ખાડમાં રમતા રમતા અઢી વર્ષનો બાળક પાણીમાં ડૂબી ગયો હતો. બાળકનું મોત થતા તેને સરકારી હોસ્પિટલે લઇ જઇને પીએમ કરાવવામાં આવ્યું હતું.
વાત કરીએ તો સુરેન્દ્રનગરના રતનપરની અલ્ફા સ્કૂલ પાસે ભાનુભાઈ શુકલની વાડી પાસે સંજયભાઈ હસમુખભાઈ જાદવ પરિવાર સાથે રહે છે. વઢવાણ સતવારાપરા ઉગમણી શેરી નં.4માં રહેતા શ્રીમંતનો પ્રસંગે સંજયભાઇ તેમના પરિવાર સાથે મંગળવારે આવ્યા હતા. ત્યારે ઘટના એવી બની કે સંજયભાઈનો અઢી વર્ષનો માનવ રમતા રમતા બપોરના 2.15 સમયના ગાળામાં ચાલ્યો ગયો હતો.
બાદમાં જેને લોકોએ શેરી-ગલીઓમાં શોધખોળ કરી હતી. બનાવની જાણ વઢવાણ પોલીસને કરાતા પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતના સ્ટાફે બાળકની શોધખોળ આદરી હતી. આ વિસ્તારમાં આવેલી બોરીયા ખાડ વિસ્તારમાં માનવે તેની બહેનના પહેરેલા ચપલ ધ્યાને આવતા બોરીયા વિસ્તારના બાવળો અને પાણી ભરેલી ખાડમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંદાજે અઢીથી ત્રણ કલાક બાદ માનવની લાશ પાણીમાં તરતી દેખાઈ હતી. મૃત હાલતમાં માનવને વઢવાણની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.