૧૫ વર્ષના વિદ્યાર્થીએ માતાના જન્મદિવસે જ આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં એવું લખ્યું કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો.

હાલમાં અનેક બનાવો બનતા જોવા મળતા હોય છે જેમાં નાના બાળકો પણ નાના એવા કારણો ને લઈને આત્મહત્યા કરતા જોવા મળે છે. આવા આત્મહત્યા ના બનાવો દિવસે દિવસે વધતા હોય છે. નાના એવા કારણે રાજસ્થાન ના અલવર જિલ્લાના બહરોડ માં ૧૫ વર્ષ ના એક વિદ્યાર્થી એ ફાંસી લગાવી આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં તમામ બાબતો ની તો જાણકરી મળી નથી પરંતુ વિદ્યાર્થી એ જે સુસાઇડ નોટ લખી છે તે અનુસાર તેની પાસે હજુ સ્કૂલ ડ્રેસ આવી નહોતી.
રાજસ્થાન ના અલવર જિલ્લાના બહરોદ માં ૧૫ વર્ષના વિદ્યાર્થી એ આત્મહત્યા કરતા તમામ લોકો ચોકી ગયા હતા.આ ઘટના શુક્રવાર ની છે.આ વિદ્યાર્થી એ પોતાની માતાના જન્મદિવસે જ આત્મહત્યા કરી લીધી હતી. પોતાની મોત ને તેણે માતા ના જન્મદિવસ નું ગિફ્ટ જણાવ્યું હતુ. બાળકે ફાંસી લગાવી આ પગલું ભરી લીધું હતું. આત્મહત્યા નું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સુસાઈડ નોટમાં લખ્યા અનુસાર તેની પાસે સ્કૂલ યુનિફોર્મ નહોતો.
મૃત્યુ પામેલા બાળક નું નામ રોહિત છે જે નજીકની સ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થી ઘણા સમયથી માનસિક રીતે પરેશાન રહેતો હતો.પરંતુ તેના મગજમાં શુ ચાલી રહ્યું છે તેનો અંદાજો કોઈ લગાવી સક્યું નહોતું. તેના પિતાનું બહુ સમય પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. માતા કંચન પતિના મોત પછી કોટના હરિયાણા ના બોડર પાસે આવેલા ભગવાડી ખુર્દ નામના ગામ માં આવેલા સરકારી હાયર સેકન્ડરી સ્કૂલની એક શિક્ષક હતી. તેઓનું ઘર બહરોના વોર્ડ નંબર ૨ માં ઓમ હોસ્પિટલ પાસે આવેલી એક કોલોનીમાં રહેતા હતા. તે ઘર તેઓએ ભાડેથી લીધું હતું.રોહિત ને એક બહેન પણ છે કે જે હાલમાં તેના મામાં માં ઘરે ધોરણ ૧૨ માં અભ્યાસ કરી રહી હતી.
ઘટનાની તપાસ કરતા ASI રાજકમલ જબતે જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી.જેમાં રોહિતે મરતા પહેલા તેની માતા માટે કઈક લખ્યું હતું.જેમાં લખ્યું હતું કે માતા હવે તમે કોઈ દિવસ સ્કૂલે મોડા નહિ થાવ .દુનિયાનો પહેલો મોટો ઉપહાર તમને આપી રહ્યો છું. બર્થ ડે ગિફ્ટ, હેપ્પી બર્થડે મમ્મી. જાણવા મળ્યું કે માતા ઘણીવાર સ્કૂલે જવામાં મોડી થતી હતી જેનું કારણ રોહિત પોતાને ગણતો હતો.પરંતુ આ સુસાઇડ નોટમાં બાળકનું સ્કૂલ ડ્રેસ મોડું આવવાનું કારણ જાણવા મળી રહ્યું છે.કોઈ કારણસર બાળકનો સ્કૂલ યુનિફોર્મ હજુ આવ્યો નહોતો.
જ્યારે આ ઘટના થઈ ત્યારે માતા ઘરે નહોતી.જ્યારે માતા ઘરે આવી ત્યારે તેને આ ઘટના અંગે જાણ થઈ.પોલીસ ને આ ઘટના અંગે ની જાણ ગામના સરપંચ અનીલ કુમાર મિલા એ કરી છે. ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે આવી લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટના પાછળનું કારણ જાણવા પ્રયત્ન કરી રહી છે. વિદ્યાર્થી રોહિત એ પંખા પર આત્મહત્યા કરી હતી.પોલીસે સુસાઇડ નોટ પ્રાપ્ત કરી લીધી છે .મૃતકના પરિવારજનોને સાથે વાતચીત ચાલી રહી છે.જેથી આત્મહત્યાનું સાચું કારણ જાણવા મળી શકે.