એક જ પરિવારના 2 બાળકો અને પિતા દરિયામાં તણાય ગયા, જુઓ વીડિયો…

દરિયા કિનારે ફરવા જતાં લોકો માટે એક ચેતવણી રૂપ ઘટના ઓમાનના દરિયા કિનારે બનવા પામી છે. આ દરિયા પાસે લગાવવામાં આવેલ સેફટી બેરેકને ક્રોસ કરીને દરિયાના પાણીની મજા માણી રહેલા એક પરિવાર સહિતના અન્ય લોકો માટે આ મજા માણવાનો અંજામ ખૂબ જ હ્રદય દ્રાવક નિવડ્યો છે. દરિયા કિનારે દરિયાના મોજા સાથે મજા માણી રહેલા લોકોમાંથી એક પરિવારના 3 સદસ્યો દરિયામાં ડૂબી જવાની કરૂણ ઘટના ઓમાનના દરિયા કિનારે બનવા પામી છે.
? حادثة غرق العائلة الاسيوية في المغسيل بفعل قوة الأمواج إثر تخطيهم حاجز الأمان ! pic.twitter.com/rDZAETJuik
— طـقـس عُـمـان ? (@WeatherOman) July 11, 2022
ઘટનાની વિગતે વાત કરીએ તો, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેતા એક જ પરિવારના ત્રણ લોકો ઓમાનના દરિયામાં ડૂબી ગયા. પિતાએ ડૂબતા બાળકોને બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી, પરંતુ તેઓ પણ ડૂબી ગયા. જો કે આ લોકોને શોધવા માટે બચાવ કાર્ય શરૂ છે.
આ દર્દનાક ઘટનામાં સાંગલીના જત ગામના રહેવાસી શશિકાંત મ્હામણે, તેમની 9 વર્ષની દિકરી શ્રુતિ અને 6 વર્ષનો દીકરો શ્રેયસ દરિયામાં ડૂબી ગયો. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર શશિકાંત દુબઈની એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે.
તેમની પત્ની સારિકા પણ તેમની સાથે દુબઈમાં જ રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારના રોજ શશિકાંત પોતાના પરિવાર અને કેટલાક મિત્રોની સાથે ફરવા માટે ઓમાન ગયો હતો. ઓમાનના સલાલ્હા નામના સ્થળે શશિકાંત પોતાના પરિવાર અને મિત્રોની સાથે દરિયામાંથી આવતા ઊંચા મોજાનો આનંદ લઈ રહ્યો હતો. આ દરમિયાન જ એક ખૂબ જ મોટું મોજું આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને ઘણા અન્ય લોકો વહેતા પાણીમાં દરિયાની અંદર જતાં રહ્યા.
ઓમાનની પોલીસ કરી રહી છે શોધખોળ
દરિયામાં ડૂબી ગયા પછી શશીકાંત અને તેના બાળકોની શોધ-ખોળ શરૂ છે. રોયલ ઓમાન પોલીસ તેમને શોધી રહી છે. ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું કે મુગસેલ બીચ પર હાજર સર્કલને લોકોએ પાર કરી દીધું હતું. આ ઊંચું મોજું આવ્યા પછી આઠ લોકો પડી ગયા હતા. આ ઘટના પછી ત્રણ લોકોને થોડી વાર પછી જ બચાવી લેવામાં આવ્યા હતા.
શશિકાંતે જ્યારે જોયું કે તેના બાળકો ડૂબી રહ્યા છે, ત્યારે તેમણે પણ છલાંગ લગાવી દીધી. પરંતુ થોડા સમય પછી શશિકાંત પણ ડૂબી ગયો. ઓમાનમાં થયેલા આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.