માછીમારોની જાળમાં 16 ફૂટની ‘શ્રાપિત માછલી’ ફસાઈ, આ માછલી ભવિષ્ય બતાવે છે અને….

સમુદ્ર એટલો મોટો હોય છે કે તેમાં અનેકો રાઝ છુપાયેલું જોવા મળતા હોય છે. સમુદ્ર ની અંદર ઘણા પ્રકારના જીવો જોવા મલતા હોય છે જે ત્યાં સમુદ્ર ની અંદર રાજ કરતા હોય છે. ઘણા એવા જીવો પણ સમુદ્ર માં વસવાટ કરતા હોય છે કે જેના વિશે મનુષ્યોને પણ જાણ હોતી નથી. ઘણા જીવો એવા પણ હોય છે કે જેના વિશે માત્ર કહાનીઓ માં જ જાણવા મળ્યું હોય છે.હાલમાં ચિલીથી એક એવી અજીબો ગરીબ ઘટના સામે આવી છે કે જે જોઈ દરેક લોકોના હોશ ઉડી ગયા છે.જાણવામાં આવી રહ્યું છે કે ત્યાંના માછીમારો ના હાથમાં એક બહુ જ મોટી માછલી આવી છે.જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.
ધ મીરર રીપોર્ટ ના અનુસાર નવી દિલ્લીમાં ચીલીના એક એરિયાનાં થોડા માછીમારો સમુદ્ર માં જહાજ લઈને ગયા હતા.માછીમારો નું મકસદ એવી માછલીઓને પકડવાનું હતું કે જેનો માણસ ખાવામાં ઉપયોગ કરતા હોય. આથી તેઓ જહાજ લઇ સમુદ્ર માં ગયા હતા પરંતુ તેમને ત્યાં એક બહુ જ મોટી માછલી જાળ માં ફસાઈ ગઈ હતી. શરૂઆત માં તેમને લાગ્યું કે તેઓના હાથમાં કોઈ મોટું જેકપોટ લાગ્યું છે પરંતુ જ્યારે તેઓ તેને લઇ કિનારે પહોંચ્યા ત્યારે વાસ્તવમાં શું છે તે ખબર પડી ત્યારે તમામ લોકો ની ચિંતા વધી ગઈ.
આ માછલી અદભુત દેખાવની છે. આ માછલી ૧૬ ફૂટ ની છે.એવામાં માછીમારોને લાગ્યું કે આ તેઓને માલામાલ બનાવી દેશે. પરંતુ ત્યાંના લોકો આ માછલીને શ્રાપિત માછલી માની રહ્યા છે. આ માછલીને પકડતા જ આ વાત બહુ જડપ થી આખા શહેરમાં ફેલાઇ ગઇ. અને તેને જોવા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડયા.ત્યાર પછી કોઈકે તેનો વીડિયો બનાવી નાખ્યો અને શેર કરી દિધો.જેને લાખો લોકોએ જોઈ લીધો છે.
આ માછલીને કોલોસજ સાઈઝ ની ઓરફિશ માનવામાં આવી રહી છે. આને કિંગ ઓફ હેરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવ વૈજ્ઞાનિક અનુસાર આની લંબાઈ પાંચ મીટરથી વધુ પણ હોય શકે છે.જે બહુ દુર્લભ જોવા મળતી હોય છે.આ માછલીઓ સમુદ્ર ની અંદર ૨૦૦ થી ૧૦૦૦ મીટર નીચે ઊંડાણ માં રહેતી હોય છે. પરંતુ આને માછીમારો એ સમુદ્ર કિનારા પાસેથી મળી હતી આથી એ સમજવું મુશ્કેલ કે આ ત્યાં આવી કઈ રીતે? ઘણા લોકો નું કહેવું છે કે જ્યારે ભૂકંપ આવનો હોય ત્યારે આ માછલી કિનારે આવતી હોય છે જે સંદેશ આપે છે. પરંતુ વૈજ્ઞાનિકો આ વાતથી સહમત નથી.
ઘણા લોકોનું માનવું છે કે આ માછલી ભવિષ્ય બતાવે છે.જો તમને આ સમુદ્ર ના કિનારે જોવા મળે તો સમજી લેવું કે તે વિસ્તારમાં કોઈ મુસીબત આવવાની છે. ૨૦૧૧ માં આ માછલી જાપાનમાં જોવા મળી હતી. જેના પછી ફુકુશિમા માં ભૂકંપ આવ્યો હતો.આવી અનેકો ઘટના છે કે જેના કારણે તેને શ્રાપિત માછલી માનવામાં આવે છે.હાલમાં તો આ માછલીને ક્રેન્ની મદદથી બહાર કાઢવામાં આવી છે. આનો વજન વધારે હોવાથી માછીમારો ને પણ બહુ સમસ્યા થઈ હતી. એક એવું પણ કારણ બતાવવામાં આવે છે કે જ્યારે ટેકટોનિક પ્લેટ માં ઘર્ષણ આવે છે ત્યારે આ માછલીઓને ખબર પડી જાય છે કે ભૂકંપ આવવાનો છે આથી તેઓ તેનાથી બચવા માટે તે કિનારા પર આવી જાય છે.પરંતુ આ અંગે હજુ વધારે સચોટ માહિતી મળી નથી.