મહિપતસિંહ ચૌહાણ ૧૦૦ જેટલા અનાથ અને ગરીબ બાળકોના ભાઈ બનીને તેમનું જીવન સુધારવાનું અનોખું અને સેવાનું કામ કરી રહ્યા છે.

આજના સમયમાં લોકો એકબીજાની સેવા અને મદદે આવવાનું હોય તો પહેલા જ આવતા હોય છે અને દરેક લોકોની મદદ પણ કરતા હોય છે. જયારે કોરોના આવ્યો ત્યારથી લોકો એક બીજાની મદદ કરવા માટે આગળ વધારે આવતા થયા હતા.
આ સમયમાં ઘણા એવા બાળકો અનાથ પણ થઇ ગયા હતા અને ઘણા એવા બાળકોના માતા-પિતા બનીને આજે પણ ઘણા લોકો તેમની વહારે આવેલા છે.આજે આપણે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓએ હાલ સુધી ૧૦૦ જેટલા બાળકોની માટે એક એવી સુવિધા કરી છે.
જેમાં રહેવાથી લઈને ભણવા સુધીની બધી જ વ્યવસ્થા તેઓ આપી રહ્યા છે. આ વ્યક્તિ ખેડાના લવાલ ગામના છે. આ વ્યક્તિનું નામ મહિપતસિંહ ચૌહાણ છે અને તેઓ આજે શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં આજે ૧૦૦ બાળકોનો ઉછેર કરી રહ્યા છે.
તેઓએ આજે ચાર મારનું એક બિલ્ડીંગ બનાવ્યું છે જેમાં ૧૦૦ રૂપિયાના દાનથી તેઓએ આ સેવાનું કામ ચાલુ કર્યું હતું. આજે આ બિલ્ડિંગમાં હોસ્ટેલ, ડિનર હોલ, સ્ટડી રૂમ જેવી બધી જ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. આજે આ સંકુલ બનાવવા માટે તેઓને ૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં હાલ સુધી ૧૦૦ જેટલા બાળકોને એડમિશન આપવામાં આવ્યા છે.
અહીંયા આ ૧૦૦ બાળકો એવા છે જે જેમાંથી ઘણાને માતા-પિતા બન્ને નથી તો કેટલાકને માતા છે તો પિતા નથી અને સાથે એવા ઘણા બાળકો છે જેમના પરિવારની સ્થિતિ નબળી છે તો તેમની વહારે આજે આ વ્યક્તિ આવ્યા છે અને આ બધા જ બાળકોનું ભવિષ્ય સુધરે તેની માટે તેઓ કામ કરી રહ્યા છે. આમ મહીપતસિંહ ચૌહાણ આ બધા જ બાળકોના ભાઈ બનીને તેમની મદદ કરી રહ્યા છે.