એક સમયે ઘરે ઘરે કોલસો વેચતી આ મહિલા આજે કરોડોના માલિક છે, આ મહિલા એ તેના જીવનમાં એવું સંઘર્ષ કર્યું કે…….

એક સમયે ઘરે ઘરે કોલસો વેચતી આ મહિલા આજે કરોડોના માલિક છે, આ મહિલા એ તેના જીવનમાં એવું સંઘર્ષ કર્યું કે…….

આજે દરેક વ્યક્તિ એકબીજા ને ફ્લેક્સીબલ બનાવવાની વાત કરતો જોવા મળે છે. અને તેના માટે લોકો નવી નવી તકો શોધતા હોય છે. જેમાં અઘીક પરિશ્રમ અને મહેનતુ લોકો ને સફળતા અવશ્ય મળતી હોય છે. અને આવા જ સફળ વ્યક્તિઓ બીજા લોકો ને પ્રેરણા આપતા હોય છે. આજે આપડે એક એવી જ મહિલા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે એક સમયે કોલસો વહેચતી હતી તે આજે લકઝરીયસ કારની માલકિન છે. સવિતાબેન દેવજીભાઈ પરમાર આમ તો તેમનું નામ સવીતાબેન કોલસાવાળા તરીકે જ જાણીતું છે. આજે તેઓ દેશ વિદેશમાં પોતાની સફળતા ના કારણે જાણીતા બન્યા છે.

તેમનો એક સમય એવો પણ હતો કે સવિતા બેન ચાલી ને ઘરે ઘરે કોલસા વહેચતા હતા. અને આજે તેમનું નસીબ જુવો કે તેઓ આજે કરોડપતિ બની ગયા છે. ગુજરાતની રાજધાની અમદાવાદ માં જન્મેલા સવિતાબેન સાવ ગરીબ ઘરમાંથી આવતા હતા. તેમના પતિ અમદાવાદ ની મ્યુનીસીપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડકટર ની નોકરી કરતા હતા. તેમના આ પગાર માંથી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું જે બહુ જ મહા મુસીબતે જીવન પસાર થતું હતું. આથી સવિતા બેને નક્કી કર્યું કે તે આ રીતે જીવન પસાર કરશે નહિ. આથી સવિતાબેને ઘણી જગ્યાએ કામ ગોત્યું પણ અભણ હોવાના કારણે તેમને ક્યાય કામ મળ્યું નહી.

આથી તેમણે પોતાની રીતે જ કામ કરવાનો નિર્ણય કર્યો. સવિતાબેન ના માતા પિતા કોલસો વેચવાનું કામ કરતા હતા આથી સવિતાબેને પણ કોલસા વેચવાનું કામ શરુ કર્યું. કોલસાની ફેક્ટરી માંથી સળગેલો કોલસો વીણી તેને ઘરે ઘરે વેચવા જતા. જોકે ફેકટરીના માલિક સવિતાબેનને ઘણા જ હેરાન પણ કરતા હતા. કેટલાક વેપારીઓ તો એમ પણ કહેતા કે આ એક દલિત મહિલા છે ક્યાંક ફેક્ટરીનો માલ લઈને ભાગી ના જાય. આવા મેળાતોણા નો સામનો કરી સવિતાબેન હિમત હાર્યા વીના પોતાનું કામ ચાલુ રાખ્યું. કોલસો લેતા ગ્રાહકો વધી ગયા અને ધીમે ધીમે તેમને નફો થવા લાગ્યો.

આ રીતે તેમણે પહેલા એક નાની દુકાન ખોલી અને ત્યાર પછી થોડા જ મહિના બાદ એક નાના કારખાનામાંથી કોલસાનો ઓર્ડર મળવા લાગ્યો. અને એક દિવસ સિરામિક કંપની એ તેમણે બહુ જ મોટો ઓર્ડર આપ્યો. ૧૯૯૧ ના વર્ષમાં સવિતાબેનને સ્ટર્લીંગ સિરામિક કંપનીની સ્થાપના કરી હતી. ત્યાર પછી તેમણે ક્યારેય પાછુ વાળીને જોયું નથી. આ કંપની સિરામિક્સ ઉત્પાદકોની નિકાસ કરે છે. હાલમાં સવિતાબેન નું નામ દેશની સફળ મહિલાની યાદીમાં સામેલ છે. એક સમયે ચાલીને કોલસો વેચતી સવિતાબેન આજે ઓડી , BMW, અને મર્સિડીઝ જેવી કારમાં ફરે છે અને એક અભણ મહિલા હોવા છતાં દેશ વિદેશમાં પોતાનું નામ જાણીતું કર્યું છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *