કઠોર કાનુન પણ બળત્કારીયો પર બેઅસર : પોક્સો એક્ટથી બળાત્કારીને ફાંસીની સજા છતાં રેપના કેસમાં ગણો વધારો…

અંદાજે 65 લાખની વસ્તી ધરાવતા સુરતમાં વધી રહેલી ગુનાખોરીનો પુરાવો કોર્ટમાં દાખલ થતા કેસો પરથી મળી આવે છે. હત્યા હોય કે પોક્સો હેઠળના ગુના સતત વધી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં છ-છ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે એમા છેલ્લાં 4 મહિનામા જ 2 અને છેલ્લાં 2 વર્ષમાં તો 4 સજા થઈ છે. તેમ છતાં બાળકી-સગીરાઓ સાથે થતાં દુર્ષ્કમ-હત્યાના ગુના વધ્યા છે. નવાઈની વાત એ છે કે માત્ર 3-4 વર્ષમાં જ સગીરાઓ સાથેના ગુનાનો સિનારિયો જ બદલાઈ ગયો છે. વર્ષ 2018માં જ્યાં 98 કેસ હતા ત્યાં 2022ના 6 મહિનામાં જ 99 કેસ દાખલ થઈ ચુક્યા છે.
બાળકીઓના બળાત્કાર-હત્યાના લગભગ તમામ આરોપી પરપ્રાંતિય છે. એડવોકેટ ઇલ્યાસ પટેલ કહે છે કે મોટાભાગના લેબર એકલા સુરતમાં રહે છે. એક ઓરડીમાં ચારથી પાંચ લોકો રહેતા હોય છે. અનેકની ફેમિલી ગામ હોય છે. અનેક કેસમાં જોવામં આવ્યુ છે કે આરોપીની ફેમિલીમાં જ નાની બાળકીઓ હોવા છતાં તેણે સુરતમા નાની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોય. સાયકોલોજિકલી રીતે પણ આ ઇશ્યુ સમજવા જેવો છે.
લોકસભમાં સરકારે NFHS-5ના આંકડા ટાંકીને જણાવાયું હતું કે 2015થી મહિલાઓ પરના ઘરેલું હિંસા, છોકરીઓ પરના યૌન શોષણના ગુનામાં 2015થી અત્યાર સુધીમાં ઘટાડો થયો છે. 2019ના 4,05,326 કેસ સામે 2020માં 3,71,503 કેસ થયા હતા.
કોરોના બાદ બળાત્કાર-પોકસોના અંદાજે 40-50થી વધુ કેસમાં કોર્ટે આજીવન કેદથી લઇને 10 વર્ષ સુધીની સજા કરી છે. એડવોકેટ સોનલ શર્મા કહે છે કે બાળકીઓ પર થતાં બળાત્કારના કેસોમાં ઝડપથી સજા થવી જ જોઇએ. કાયદાનો ડર જરૂરી છે.