અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી! દુબઈથી આવેલ મુસાફર પાસેથી ઝડપાયું 4 કરોડનું 8 કિલો સોનુ…

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી! દુબઈથી આવેલ મુસાફર પાસેથી ઝડપાયું 4 કરોડનું 8 કિલો સોનુ…

અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનાની દાણચોરી ઝડપાતી હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એકવાર દુબઇમાંથી સોનું લઇને આવનાર મુસાફર પાસેથી 4.91 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યુ. ડીઆરઆઇ દ્વારા ચેકિંગ દરમિયાન મુસાફર પાસેથી સોનું ઝડપાયું. મળતી માહિતી મુજબ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીને આપવાનો હતો. અધિકારીઓએ શોપના કર્મચારીની પૂછપરછ કરતા તેણે પણ આ બાબતની કબૂલાત કરી હતી.

મહત્વનું છે કે DRI અધિકારીઓને બાતમી મળતા તેઓ એલર્ટ થઇ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર વૉચ ગોઠવવામાં આવી હતી. દુબઇથી આવેલી ફ્લાઇટમાંથી ઉતરતા પેસેન્જર દ્વારા ગ્રીન ચેનલ મારફતે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે જ અધિકારીઓએ તેને ઝડપી પાડ્યો. આ અંગે તપાસ કરતા મુસાફર પાસેથી 8 કિલો સોનાના બિસ્કીટ મળી આવ્યા. આ જથ્થો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીને આપવાનો હતો.

DRIના અધિકારીઓએ એરપોર્ટ પરના ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ કન્સાઇન્મેન્ટ સ્વીકારવાનું હતુ અને અગાઉ પણ તેણે આવા કન્સાઇનમેન્ટ ચોક્કસ વ્યક્તિને પહોંચાડી ચૂક્યો છે. આ મામલે ડીઆરઆઇ દ્રારા તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે અમદાવાદ એરપોર્ટ પર આવા કર્મચારીઓની સંડોવણીને કારણે સોનાની દાણચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *