વડોદરાની ગુરુકુળ વિદ્યાલયનો વિવાદિત ફતવો, વિદ્યાર્થીની સ્કૂલ બેગ જમા લેવાનો વાલીઓને કર્યો મેસેજ…

વડોદરાની ગુરુકુળ વિદ્યાલયનો વિવાદિત ફતવો, વિદ્યાર્થીની સ્કૂલ બેગ જમા લેવાનો વાલીઓને કર્યો મેસેજ…

વડોદરામાં સ્કૂલ સંચાલકોની ફીને લઈ ફરી મનમાની શરૂ થઈ છે. જેમાં સ્કૂલ સંચાલકો હવે એવા વિવાદિત ફતવા બહાર પાડી રહ્યા છે કે જેના લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયાં છે. સ્કૂલમાં આવતા વિદ્યાર્થી ફી નહિ ભરે તો સ્કૂલ બેગ જમા લઈ લેવામાં આવશે તેવો ફતવો બહાર પાડવામાં આવતાં વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ત્યારે કઈ છે સ્કૂલ અને કેમ વિવાદિત ફતવો બહાર પાડવો પડ્યો જુવો આ અહેવાલમાં…

વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી ગુરુકુળ વિદ્યાલયના સંચાલકોએ વાલીઓને વિવાદિત મેસેજ કર્યો છે. જેમાં જે વિદ્યાર્થીની જૂની ફી અથવા ચાલુ વર્ષની ફીનો પ્રથમ હપ્તો બાકી છે તેવા તમામ વિદ્યાર્થિની સ્કૂલ બેગ જમા લેવાશે તેવો મેસેજ મોકલ્યો છે. જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે વિદ્યાર્થીઓ ફી નહિ ભરે તો સ્કૂલ બેગ જમા લેવાશે. તેમજ ફી ભર્યા બાદ જ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ પરત મળશે. ધોરણ 1 થી 12 ના તમામને મેસેજ કરતાં વાલીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કહે છે કે તેને ફી ન ભરતાં સ્કૂલ સંચાલકોએ બેગ જમા કરી દેવા માટે સૂચના આપી હતી, પણ વિદ્યાર્થિની તૈયાર ન થઈ. બાદમાં વિદ્યાર્થિનીના પિતાએ કોઈની પાસેથી 15 હજાર રૂપિયા વ્યાજે લાવી સ્કૂલને ફી ચૂકવી હતી.

વિવાદિત ફતવા મામલે સ્કૂલ સંચાલકે પોતાનો બચાવ કર્યો. જેમાં સ્કૂલ સંચાલકે કહ્યું કે અત્યારસુધી એકપણ વિધાર્થીનું સ્કૂલ બેગ જમા લીધું નથી. માત્ર વાલીઓને ડરાવવા મેસેજ મોકલ્યો છે. નવા સત્રમાં 276 જેટલા વિદ્યાર્થીઓએ ફી નથી ભરી, તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં 370 થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી નથી, જેમને વારંવાર કહેવા છતાં ફી ભરતાં નથી. તેમજ સ્કૂલ બોલાવે છે તેમ છતાં વાલીઓ ફી ભરતાં નથી. ત્યારે સ્કૂલ કેવી રીતે ચલાવી?

મહત્વની વાત છે સ્કૂલ સંચાલકો ફી મામલે ખૂબ જ કડકાઈ અપનાવે છે, જેમાં અમુક સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના એલ.સી. આપતા નથી. પરીક્ષાનું પરિણામ આપતા નથી. પરીક્ષા આપવા દેતા નથી. ત્યારે આવા સ્કૂલ સંચાલકો સામે જિલ્લા શિક્ષણાધિકારી કે સરકાર કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *