પ્રોપર્ટી માટે માતાને મારીને સોતેલા પિતા સાથે લગ્ન કરવા માંગતી હતી દીકરી…

પ્રોપર્ટી માટે માતાને મારીને સોતેલા પિતા સાથે લગ્ન કરવા માંગતી હતી દીકરી…

આજ કાલ ના લોકો માટે ડિવોર્સ એક મામુલી શબ્દ બની ગયો છે. આજે આપણે એક એવા જ કીસ્સ ની ચર્ચા કરવાની છે. બે ડિવોર્સ લઈ ચૂકેલી મહિલાના ત્રીજા લગ્ન. પહેલા પતિથી વળતર તરીકે મળેલા 15 કરોડ અને પોતાના પિતાની 40 કરોડની પ્રોપર્ટી. ત્રીજા પતિએ પ્રોપર્ટી માટે સાવકી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને પછી થઈ ઘાતકી હત્યા. પૈસાની લાલચમાં ખૂનનો આ બનાવ તમને હચમચાવી દેશે. આ ઘટનામાં ફક્ત માણસ જ નહીં પણ સંબંધોની પણ હત્યા થાય છે.

ખૂની ખેલની શરૂઆત પ્રેમથી થાય છે. એક શખ્સની એક એવી મહિલા સાથે પ્રેમ થાય છે, જેના અગાઉ બે વખત ડિવોર્સ થઈ ચૂક્યા છે અને તેને બે બાળકો પણ છે. આ ત્રીજા પતિ સાથે પણ મહિલાને વિવાદ થાય છે અને તેની ખોફનાક રીતે હત્યા કરવામાં આવે છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી તો આખી ઘટનામાં ધ્રુજાવી દેતા ખુલાસા થયા. આ ઘટનામાં ષડયંત્ર શુ હતું? મહિલાની હત્યા સમયે પતિ સિવાય કોણ સામેલ હતું? કોણ અને કેવી રીતે ષડયંત્રને અંજામ આપ્યો? જાણો આ ઘૃણાસ્પદન ક્રાઈમની કહાની.

રિયલ એસ્ટેટનું કામ કરતી કરોડપતિ મહિલાની લાશ મળી
આ ઘટના કર્ણાટકના બેંગલુરુની છે. અહીંના ઈલેક્ટોનિક સિટી એરિયામાં ગયા 27 ડિસેમ્બરેના રોજ કારમાં 42 વર્ષીય મહિલાની ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. મહિલા પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક મહિલાનું નામ અર્ચના રેડ્ડી ખુલ્લે છે. કરોડપતિ અર્ચના રેડ્ડી શહેરમાં રીયલ એસ્ટટનો બિઝનેસ ચલાવતી હતી.

પતિએ પાંચ લોકો સાથે મળીને પત્નીને કારમાં જ રહેંસી નાખી
ઘટનાના ફુટેજ તપાસવામાં આવતાં અર્ચના પર બીજા કોઈએ નહીં પણ તેના પતિ નવીન કુમારે જ હુમલો કર્યો હતો. સીસીટીવીમાં નવીન પત્ની અર્ચના પર કુહાડીથી વાર કરતો જોવા મળ્યો હતો. આ ઘટનામાં તેની સાથે પાંચ લોકો સામેલ હતા. હુમલાખોરોએ અર્ચના સાથે તેના દીકરા અને કાર ડ્રાઈવરને પણ મારવાનો પ્રયત્નો કર્યો હતો, પણ 16 વર્ષનો દીકરો અને ડ્રાઈવર ત્યાંથી કોઈ રીતે ભાગી નીકળે છે. પોલીસે દીકરાની પૂછપરછમાં કરતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી 33 વર્ષીય નવીન કુમારની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ આખા ષડયંત્રમાં મૃતક મહિલા અર્ચનાની 21 વર્ષીય સગી દીકરી પણ સામેલ હતી. એ દીકરીનું નામ યુકિતા રેડ્ડી છે. વાત એમ હતી કે અર્ચનાની પ્રોપર્ટી હડપવા માટે નવીને તેની દીકરી યુવિકાને પહેલાં પ્રેમની જાળમાં ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પછી પ્રોપર્ટી પર કબ્જો જમાવવા દીકરી યુકિતાની મદદથી તેની માતા અને ભાઈને મારવાનું ખોફનાક ષડયંડ રચ્યું હતું.

કરોડોની માલિક મહિલાના ત્રણ-ત્રણ ડિવોર્સ
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અર્ચનાને પહેલા પતિથી ડિવોર્સના બદલામાં 15 કરોડ રૂપિયા વળતર મળ્યું હતું. આ વળતર અને પિતાના અંદાજે 40 કરોડની પ્રોપર્ટી સાથે અર્ચનાએ રિયલ એસ્ટટ બિઝનેસ શરૂ કર્યો હતો. આ બિઝનેસમાં અર્ચનાને એક શખ્સ મદદ કરતો હતો. પછી એ શખસ સાથે જ અર્ચના બીજા લગ્ન કરી લે છે. થોડો સમય તો બધુ બરોબર ચાલે છે, પણ પછી બીજા પતિ સાથે પણ ઝગડા થવા લાગે છે. આ વિવાદમાં અર્ચના પરેશાન થવા લાગે છે. ત્યારે નવીન કુમાર તેની મદદ કરે છે. આમ અર્ચના અને નવીન એકબીજાની નજીક આવે છે અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે.

ત્રીજા પતિ સાથે અર્ચના નવી જિંદગી શરૂ કરે છે
દરમિયાન અર્ચના બીજા પતિથી ડિવોર્સ લઈને પોતોના બંને બાળકો સાથે અલગ રહેવા લાગે છે. થોડો સમય પછી અર્ચના રેડ્ડી નવીન કુમાર સાથે ત્રીજા લગ્ન કરી લે છે. થોડો સમય તો અર્ચનાના ત્રીજા લગ્ન સરખી રીતે ચાલે છે. અર્ચના, નવીન અને તેના બે બાળકો સાથે રહેવા લાગે છે.

ત્રણ લગ્ન અને સંબંધોમાં અટવાઈ મર્ડર મિસ્ટ્રી
લગ્નના થોડા સમયમાં જ ત્રીજા પતિ એટલે કે નવીનની નજર પત્ની અર્ચનાની પ્રોપર્ટી પર પડે છે. નવીન અર્ચનાને પ્રોપર્ટી તેના નામે કરવાનું કહે છે, પણ અર્ચના ચોખ્ખી ના પાડે છે. નવીન વારંવાર અર્ચનાના પિતાની 40 કરોડની પ્રોપ્રટીમાં તેનું નામ ઉમેરવા માંગે છે, પણ અર્ચના તેની પણ ના પાડ્યા રાખે છે. આમ આને લઈને બંને વચ્ચે મનભેદ શરૂ થાય છે. દરમિયાન અર્ચનાની દીકરી યુવિકા રેડ્ડી અને નવીન એકીબીજાની નજીક આવે છે.

દીકરી અને તેના સાવકા પિતા સાથે સુંવાળા સંબંધ બંધાયા
દરમિયાન દીકરી યુવિકા અને પતિ નવીનના સુંવાળા સંબંધોની અર્ચનાને ખબર પડી જતાં એ તેનો વિરોધ કરે છે. પણ દીકરીએ માની વાત ગણકારી નહોતી. એટલે ગુસ્સામાં અર્ચનાએ નવીન અને તેની દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં બંનેને પૈસા આપવાના પણ બંધ કરી દીધા હતા.એટલું જ નહીં નવીન સાથે ડિવોર્સની અરજી પણ કોર્ટમાં ફાઈલ કરી દીધી હતી.

સાવકી દીકરી સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો પિતા
બીજી તરફ નવીન સાવકી દીકરી સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો. પણ થોડા સમય બાદ પૈસાની તંગી થતાં નવી અર્ચના પાસે પ્રોપર્ટીમાં તેનો અને યુવિકાનો હિસ્સો માંગવા લાગ્યો. પણ અર્ચનાએ ચોખ્ખી ના પાડી દીધી અને તરત ડિવોર્સ લઈને હંમેશા માટે અલગ થવાનો ફેંસલો લઈ લીધો. આ સાંભળીને જ નવીને હત્યાનું ખોફનાક ષડયંત્ર રચ્યું હતું.

દીકરી સાથે ષડયંત્ર રચી કરાવ્યું માતાનું મર્ડર
આ આખી ઘટનાને અંજામ આપવા માટે નવીને આખું ષડયંત્ર રચ્યું હતું. નવીન અને યુવિકાએ 27મી ડિસેમ્બર હત્યાનો દિવસ પસંદ કર્યો હતો. કેમ કે આ દિવસે અર્ચના તેની માતાને ઘરે જઈને વોટ આપવા જવાની હતી. એટલા માટે અર્ચના તેના 16 વર્ષના દીકરા અને ડ્રાઈવર સાથે કારમાં માતાને ઘરે થઈ રહી હતી. આ દરમિયાન બેંગલુરુના જિગની વિસ્તારમાં કારને રોડ પર ઓવરટેક કરીને અટકાવવામાં આવી હતી. ત્યાર પછી નવીન સહિત 5 લોકોએ હુમલો કર્યો હતો.

આ દરમિયાન દીકરો અને ડ્રાઈવર પ્રમોદ કોઈ રીતે બચીને ભાગી જવામાં સફશ થાય છે. પણ અર્ચના આ હુમલામાં બચી શકતી નથી અને હંમેશા માટે આંખો મીંચી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી નવીન, યુવિકા અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આખી ઘટના બેંગલુરુમાં ચર્ચાનો વિષય બની હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *