ગુજરાત : પિતાએ ઘોડાને હાઇવે પર લઈ જવાની ના પાડતા પુત્રને ખોટું લાગી ગયું અને નદીમાં છલાંગ…

ગુજરાત : પિતાએ ઘોડાને હાઇવે પર લઈ જવાની ના પાડતા પુત્રને ખોટું લાગી ગયું અને નદીમાં છલાંગ…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ આપઘાતની ઘટના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નિભોરા ગામ માંથી સામી આવી રહી છે. જ્યાં ગામના રહેવાસી 19 વર્ષીય યુવકને ગત રોજ તેમના પિતા દ્વારા પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્રને મનમાં ખોટું લાગી આવતા પોતના ઘરેથી બાઈક લઈને નીકળી અને હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને પુલ ઉપરથી તાપી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી, જે યુવકનો મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.

મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના રહેવાસી સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ (ઉ.વ.19) ગત તારીખ 17/07/2022 ના રોજ તેમના પિતા પ્રકાશભાઇ ધર્માભાઈ પાટીલ દ્વારા તેમના પાળેલા ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્ર સંદિપભાઇના મનમાં ખોટુ લાગી આવતા ઘરેથી મોટર સાઇકલ લઈને નીકળી ગયેલ અને હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીના ઉંડા પાણીમાં કૂદી જતાં ડુબી ગયો હતો.

આમ જેનો મૃતદેહ ​​​​​​​કુકરમુંડાના જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નદીના પાણીમાં મળી આવ્યો હતો. ઘટના અંગે મરણ જનારના પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *