બોટાદ : લાખો રૂપિયાનો ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે રેડ પાડતા કૌભાંડ આવ્યુ સામે…

બીજી તરફ લાજવાને બદલે દાજી રહેલા ગોડાઉનના માલિકે રેડ મુદ્દે તંત્ર પર આરોપ લગાવ્યા છે.તેના કહેવા મુજબ બોટાદમાં આવા ત્રણ અન્ય ગોડાઉન ચાલે છે, માત્ર મારે ત્યાં જ રેડ પાડવામાં આવે છે… !
વધુ એક જિલ્લામાંથી ગેરકાયદે ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો છે.બોટાદના હરણકુઈ વિસ્તારના ગોડાઉનમાં રાખવામાં આવેલો ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો છે. પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે દરોડા પાડી લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે.તો બીજી તરફ લાજવાને બદલે દાજી રહેલા ગોડાઉનના માલિકે રેડ મુદ્દે તંત્ર પર આરોપ લગાવ્યા છે.તેના કહેવા મુજબ બોટાદમાં આવા ત્રણ અન્ય ગોડાઉન ચાલે છે, માત્ર મારે ત્યાં જ રેડ પાડવામાં આવે છે… ! નવ નિયુક્ત મમલતદારે માલિકના આરોપ ફગાવતા કહ્યું, દરેક જગ્યા પર તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે.
તો બીજી તરફ આરોપીએ અધિકારીઓ પર જ આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે, અધિકારીઓ મુખ્ય રોડ પર આવેલા ગોડાઉન પર રેડ નથી કરતા.મહત્વનું છે કે, બોટાદ શહેરના હારણકુઈ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર ઘઉં-ચોખાની હેરાફેરી થતી હોય તેવી માહિતી મળતા જ બોટાદ પ્રાંતકચેરીના નાયબ મામલતદાર તેમજ બોટાદના નવ નિયુક્ત મામલતદાર અને સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રેડ પાડી હતી. રેશનનો મોટો ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.