પિતાએ જે-જે હોટલોમાં કામ કર્યું તે તમામ હોટેલો આ મહાન અભિનેતાએ ખરીદીને પિતાને આપી દીધી…કોણ છે આ મહાન પુત્ર…

પિતાએ જે-જે હોટલોમાં કામ કર્યું તે તમામ હોટેલો આ મહાન અભિનેતાએ ખરીદીને પિતાને આપી દીધી…કોણ છે આ મહાન પુત્ર…

90ના દાયકાના બોલિવૂડ એક્શન હીરો સુનીલ શેટ્ટીને આજે કોઈ ઓળખની જરૂર નથી. સુનીલ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. પોતાના કરિયરમાં તેણે બોવ બધી સારી ફિલ્મો આપી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સુનીલ શેટ્ટીના પિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તેને ઉછેર્યો હતો.

સુનીલના પિતા હોટલમાં ક્લીનર હતા
એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલે પોતે તેના પિતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. સુનીલે જણાવ્યું કે તેના પિતા વીરપ્પા શેટ્ટી ક્લીનર હતા અને સફાઈ કામ કરતા હતા. પિતાના સંઘર્ષ વિશે જણાવતા સુનીલ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.

પિતાને તેમના કામથી ક્યારેય શરમ ન હતી
આ વિશે વાત કરતાં સુનીલે કહ્યું ‘મારા પિતા માત્ર 9 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. જ્યારે પણ કોઈ મને પૂછે છે કે મારો હીરો કોણ છે તો હું મારા પિતાનું નામ લઉં છું. મને મારા પિતા પર ગર્વ છે અને તેઓ જે અવિશ્વસનીય જીવન જીવે છે તે મને વધુ ગર્વ આપે છે. મારા પિતા સફાઈ કામદાર હતા પરંતુ તેમને તેમના કામ અંગે ક્યારેય શરમ અનુભવી નથી અને તેમના પિતાએ પણ મને આ જ શીખવ્યું છે.

પિતા જ્યાં સાફ કરતા હતા એ જ બિલ્ડિંગ ખરીદ્યું
સુનીલે વધુમાં કહ્યું ‘મારા પિતાએ જીવિત રહેવા માટે જે કંઈ પણ કર્યું, તેમાં તેમને ક્યારેય શરમ નથી આવી. આશ્ચર્યની વાત એ છે કે તે જે બિલ્ડીંગોમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા તેનો મેનેજર બન્યા અને પછી તમામ ઈમારતોનો માલિક બની ગયા. તેમણે મને હંમેશા શીખવ્યું કે હું જે પણ કામ કરું તેમાં ગર્વ લેવો અને તે મારા દિલથી કરું.

કરિશ્માએ સુનીલના પિતાની પણ પ્રશંસા કરી હતી
આ મુલાકાત દરમિયાન અભિનેત્રી કરિશ્મા કપૂર પણ સુનીલ સાથે હતી. સુનીલના પિતા વિશે વાત કરતા કરિશ્માએ કહ્યું કે જ્યારે કરિશ્માએ કહ્યું કે ‘જ્યારે અમે સાથે કામ કરતા હતા ત્યારે મને સુનીલના પિતાને મળવાનું સન્માન મળ્યું હતું. તે અમારા શૂટ પર આવતા અને ગર્વથી તેના પુત્રનું કામ જોતા. તે ખરેખર ખૂબ જ મીઠા વ્યક્તિ હતા.’

2017 માં મૃત્યુ પામ્યા
નોંધનીય છે કે વર્ષ 2017માં સુનીલ શેટ્ટીના પિતા વીરપ્પા શેટ્ટીનું મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. વર્ષ 2013માં તેને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો ત્યારબાદ સુની શેટ્ટીએ તેના મુંબઈના ઘરમાં આઈસીયુ બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે પિતાની બીમારીના કારણે સુની શેટ્ટીએ થોડા સમય માટે ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *