બોલિવૂડ એક્ટ્રેસ કુબ્રા સૈતેનો ઘટસ્ફોટ, પરિણીત કાકાએ 17 વર્ષની ઉંમરમાં મારી સાથે સંબંધો બાધ્યા

બોલિવૂડ એક્ટ્રેસ કુબ્રા સૈતેનો ઘટસ્ફોટ, પરિણીત કાકાએ 17 વર્ષની ઉંમરમાં મારી સાથે સંબંધો બાધ્યા

વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ ફૅમ બોલિવૂડ એક્ટ્રેસ કુબ્રા સૈતે તાજેતરમાં જ પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે વાત કરી હતી. કુબ્રાના કાકાએ તેનું બે વર્ષ સુધી યૌન ઉત્પીડન કર્યું હતું. કુબ્રાએ પોતાના પુસ્તક ‘ઓપન બુક’માં આ દર્દનાક વાત શૅર કરી છે. કુબ્રાએ કહ્યું હતું કે 17 વર્ષની ઉંમરમાં તેના કાકાએ પરિવારની મુશ્કેલીનો ફાયદો ઉઠાવીને તેને સાથે સંબંધો બાંધ્યા હતા.

શું કહ્યું કુબ્રાએ? કુબ્રાએ કહ્યું હતું કે એકવાર તે પેરેન્ટ્સ તથા ભાઈ સાથે બેંગલુરુની એક રેસ્ટોરાંમાં જમવા ગઈ હતી. આ દરમિયાન તેઓ એક વ્યક્તિને મળ્યા હતા. આ વ્યક્તિ તે રેસ્ટોરાંનો માલિક હતો. તેણે ઘણી જ સારી રીતે વાત કરી હતી. સારી રીતે જમાડ્યા હતા. આટલું જ નહીં તે પરિવારની ઘણો જ નિકટ આવી ગયો હતો. પરિવારના સંબંધો તે વ્યક્તિ સાથે ગાઢ બન્યા હતા. અઠવાડિયે એકવાર તેઓ તે રેસ્ટોરાંમાં જમવા જતાં હતાં.

ધીમે ધીમે પરિવારનો હિસ્સો બન્યો, કુબ્રાએ આગળ કહ્યું હતું કે એક દિવસ તે વ્યક્તિએ તેને અંકલ કહેવાની ના પાડી હતી. તેણે એમ કહ્યું હતું કે તે તેને X કહીને બોલાવે. આ વાત સાંભળીને તેને હસવું આવ્યું હતું. તેને આ બધું ફની લાગતું હતું. ભોજન પૂરું કર્યા બાદ તેઓ કારમાં ડ્રાઇવ પર જતાં હતાં. તેઓ પાન પણ ખાતાં હતાં. આ રીતે તેના પરિવાર અને તે કાકા વચ્ચે સંબંધો બંધાયા હતા. તેનો ભાઈ દાનિશ પણ કાકાની મજાક કરતો હતો. તેની માતાએ પણ આ સંબંધોને સહજતાથી લીધા હતા. તે વ્યક્તિ ધીમે ધીમે પરિવારની વાતોમાં પણ સામેલ થવા લાગ્યો હતો. તે હવે પરિવારનો જ એક સભ્ય બની ગયો હતો.

આર્થિક મદદ પણ કરી કુબ્રાએ વાત આગળ વધારતા કહ્યું હતું કે એકવાર તેનો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થયો હતો. તેની માતા ઘણી જ મુશ્કેલીમાં હતી અને રડતી હતી. આ સમયે તે વ્યક્તિએ માતાનો હાથ પકડીને બહુ જ શાંતિથી કહ્યું હતું કે તમે કેમ ચિંતા કરો છો? તે છે ને? તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. પછી તેણે નોટોનું એક બંડલ આપ્યું અને તેનાથી ઘરની મુશ્કેલીઓ થોડી ઓછી થઈ હતી. તે વ્યક્તિ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પરિવારની મદદ કરતો હતો. તે વ્યાજ પણ લેતો નહોતો. સાંભળવામાં આ બધું જ યોગ્ય લાગે છે, પરંતુ શું વાસ્તવમાં તે વ્યક્તિ એટલો જ સારો હતો?

ડ્રેસમાં હાથ નાખી દીધો હતો. કુબ્રાએ વધુમાં કહ્યું હતું કે એક દિવસ તેની માતાએ પૈસા પરત કરવાનું વિચાર્યું હતું. તે આનાથી ઘણી જ ખુશ હતી. તમામ લોકો કારમાં બેઠાં હતાં. તે વ્યક્તિએ પાછળની સીટ પર એ રીતે હાથ મૂક્યો કે તેનો હાથ સીધો તેના ડ્રેસમાં ગયો. તે સાથળ પર હાથ ફેરવવા લાગ્યો. તે એકદમ ડરી ગઈ હતી. તેને ખબર નહોતી પડતી કે આખરે તેની સાથે આ શું થઈ રહ્યું છે.

માતાની સામે જ કિસ કરી એક્ટ્રેસે કહ્યું હતું કે તે કાકા નિયમિત રીતે તેમના ઘરે આવતી હતી. તે બધા સાથે વધુ પડતાં પ્રેમથી વાત કરતા હતા. તેની માતા તેના માટે ભોજન પણ બનાવતી હતી. માતાની સામે જ તે વ્યક્તિ તેના ગાલ પર કિસ કરતો અને કહેતો કે ઓહ માય કુબ્રા, તું ઘણી જ પ્રેમાળ છો. તેના સ્પર્શ માત્રથી તે અસહજ થઈ જતી હતી. જોકે, તે સમયે તેણે ચૂપ રહેવામાં જ શાણપણ સમજ્યું હતું. તેને લાગ્યું કે તેના ઘરમાં બધું ઠીક ચાલી રહ્યું છે.

હોટલમાં બોલાવી કુબ્રાએ ઘરની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે એક દિવસ ઘરમાં ભૂકંપ આવી ગયો હતો. પેરેન્ટ્સ વચ્ચે બધું ઠીક નહોતું. માતા રડતી હતી તો પિતા પણ ઘર છોડવાની ધમકી આપતાં હતાં. તે આખી રાત જાગતી રહી હતી. બીજા દિવસે તેણે બહાર જઈને તે કાકાને ફોન કર્યો હતો. કાકાને ફોનમાં ઘરની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. કાકાએ તેને સાંત્વના પાઠવી હતી અને પછી હોટલમાં આવવાનું કહ્યું હતું.

વર્જિનિટી ગુમાવી કુબ્રા તે કાકાના કહ્યા પ્રમાણે, હોટલમાં ગઈ હતી. અહીંયા રૂમમાં તે વ્યક્તિ તેના ચહેરા પર હાથ ફેરવવા લાગ્યો હતો. પછી હોઠ પર કિસ કરી હતી. તેને ખ્યાલ નહોતો આવતો કે આખરે તેની સાથે શું થઈ રહ્યું છે. તે અંદરથી હચમચી ગઈ હતી. તેને લાગ્યું કે તે બૂમો પાડે, અહીંથી ભાગી જાય, પરંતુ તે કંઈ જ કરી શકી નહીં. તે વ્યક્તિ કહેતો કે બધું જ ઠીક થઈ જશે અને પછી તેણે પેન્ટ ઉતારી નાખ્યું હતું. તેને ખ્યાલ નહોતો આવતો કે આ શું બની રહ્યું છે. તે વિચારવા લાગી કે શું તે પોતાની વર્જિનિટી ગુમાવી રહી છે. તેના માટે આ વાત ઘણી જ મહત્ત્વની હતી. આ ક્ષણ તેના જીવનની સૌથી ખરાબ ક્ષણ હતી. તે વ્યક્તિ પરિણીત હતો અને એક સંતાનનો બાપ હતો.

ધમકી આપી હતી. કુબ્રાએ કહ્યું હતું કે તે વ્યક્તિએ અઢી વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન તે બીજા બાળકનો પિતા બન્યો હતો. આ અઢી વર્ષમાં તે હંમેશાં કહેતો કે તે તેને કેટલો પ્રેમ કરે છે. જો તે તેના પરિવારને આ વાત કહેશે તો તે તેમને બરબાદ કરી નાખશે.
માતા ઇમોશનલ થઈ ગઈ. ગ્રેજ્યુએશન બાદ કુબ્રા મુંબઈ જવા માગતી હતી, પરંતુ તેની માતાએ દુબઈ જવાનું કહ્યું હતું. તે દુબઈ જવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી, એટલા માટે નહીં કે ત્યાં સારી તકો મળશે, પરંતુ તે પરિવાર તથા કાકા બંનેથી દૂર રહેવા માગતી હતી. જ્યારે તેને બિસ્કિટની દુકાનમાં પહેલી નોકરી મળી ત્યારે તેના જીવનમાં પરિવર્તન આવ્યું. ઘણાં સમય બાદ તેણે મમ્મીને કાકા અને તેની વચ્ચે શું થયું હતું તે આખી વાત કરી હતી. તેઓ મુંબઈથી પુણે કારમાં જતા હતા. આ વાત સાંભળીને તેની માતા એકદમ ભાવુક થઈ ગઈ હતી અને માફી માગી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *