ભગવાનને પગે લાગતી વખતે શું માંગવું જોઈએ? જાણતા ના હોય તો જાણી લો, તમારી બધી જ ઈચ્છાઓ પુરી થવા લાગશે..

ભગવાનને પગે લાગતી વખતે શું માંગવું જોઈએ? જાણતા ના હોય તો જાણી લો, તમારી બધી જ ઈચ્છાઓ પુરી થવા લાગશે..

મોટાભાગનાં લોકો એ વાતને લઈને મુંઝવણમાં રહે છે કે આખરે આપણે ભગવાન પાસે શું માંગવું જોઈએ?. એવી કઈ વસ્તુઓ છે, જે ભગવાન આપણને માંગવાના તરત બાદ જ આપી દે છે, જેથી કરીને આપણે તે વસ્તુથી જીવનભર ખુશ રહી શકીએ પરંતુ તમને જણાવી દઈએ કે એવી કોઈપણ ભૌતિક વસ્તુ નથી, જેનાથી આપણે આખી ઉંમર ખુશ રહી શકીએ પરંતુ એવી ઘણી બધી વસ્તુઓ છે, જેને આપણે ભગવાન પાસે માંગ્યા બાદ ખુશ રહી શકીએ છીએ પરંતુ આ વાત મોટાભાગનાં લોકોને સમજમાં આવતી નથી અને તે હંમેશા એવું જ વિચારે છે કે આખરે એવી કઈ વસ્તુઓ હોય શકે છે?, જેનાથી આપણે વધારેમાં વધારે આપણા જીવનમાં ખુશ રહી શકીશું.

આ જ્ઞાન લોકો પાસે ના હોવાનાં કારણે મોટાભાગનાં લોકો ભગવાન પાસે માત્ર પૈસા જ માંગે છે. તેમને લાગે છે કે જીવનમાં ધન-સંપતિ હોવાથી બધું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કારણકે તેમનું માનવાનું છે કે જીવનમાં ધન-સંપતિ હોવાથી જ આપણે આપણા જીવનમાં બધી ખુશીઓ મેળવી શકીએ છીએ પરંતુ ધન-સંપતિથી જ માત્ર આખી ઉમર ખુશ રહી શકાતું નથી કારણકે ઘણા લોકો પાસે ધન-સંપતિ અપાર હોય છે પરંતુ તેમની પાસે જીવનમાં સુખ હોતું નથી.

જીવનને આનંદપુર્વક જીવવા માટે સૌથી જરૂરી હોય છે મનુષ્યનું સ્વસ્થ હોવું. એટલા માટે અમારી ઈચ્છા એ જ છે કે તમે લોકો જ્યારે પણ ભગવાન પાસે કંઈક માંગો તો સૌથી પહેલા પોતાના માટે એક સારા સ્વસ્થ શરીરની માંગણી કરો. જો આપણે સ્વસ્થ અને મસ્ત રહીશું તો આપણે આ સંસારની પ્રત્યેક વસ્તુ પ્રાપ્ત કરી શકીશું કારણ કે સંસારમાં સ્વસ્થ શરીર અને આનંદ સિવાય બધી જ વસ્તુઓ ભૌતિક જ છે અને વસ્તુને તો કોઈપણ પ્રાપ્ત કરી શકે છે.

તમે એ વાતથી સારી રીતે વાકેફ હશો કે કોઈપણ વસ્તુને મેળવીને મળતી ખુશી થોડા જ સમય માટે રહે છે પરંતુ જ્યારે વ્યક્તિ સ્વસ્થ જ નહી હોય તો આ સુખ-સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરશે?. એટલા માટે કહેવામાં આવે છે કે જો આપણે સ્વસ્થ રહીશું તો આપણે સમય સાથે દરેક તે વસ્તુને પ્રાપ્ત કરી શકીશું, જેની આપણને જરૂર હોય છે. જ્યારે સંસારમાં કોઈ વ્યક્તિ ધન-સંપતિ કમાઈ શકતો નથી કે તેની પાસે ધન-સંપતિ હોતી નથી પરંતુ એક સ્વસ્થ શરીર હોય તો તે ખુબ જ આનંદથી પોતાનું જીવન પસાર કરે છે.

પોતાના સ્વસ્થ શરીર કારણનાં તે લોકો હંમેશા ખુશ નજર આવે છે અને તેમનાં જીવનમાં ધન-સંપતિથી કોઈ ફરક પડતો નથી. તે માત્ર એટલું જ કમાય છે, જેટલાથી તે પોતાનું જીવન પસાર કરી શકે. આ સંસારમાં સૌથી ભાગ્યશાળી એ વ્યક્તિ છે, જેની પાસે એક સ્વસ્થ શરીર છે. આપણે પણ ભગવાન પાસે હંમેશા આપણું સ્વસ્થ શરીર જ માંગવું જોઈએ.

મારા વિચારોથી આપણે ભગવાન પાસે માંગણી તો તે દરેક વસ્તુની કરવી જોઈએ, જેની આપણને જરૂર હોય છે પરંતુ સૌથી પહેલા એક સ્વસ્થ શરીર જ માંગવું જોઈએ. ભલે પછી આપણી જરૂરી વસ્તુ મેળવવા માટે આપણે સંઘર્ષ કેમ ના કરવો પડે. સ્વસ્થ શરીર બાદ અમુક એવી જરૂરી વસ્તુઓ હોય છે, જેની જરૂર આપણને એક સફળ જીવન જીવવા માટે હોય છે. એટલા માટે આપણે એક સ્વસ્થ શરીર બાદ ભગવાન પાસે નીચે જણાવેલી વસ્તુઓ માંગવી જોઈએ.

એક સારા માતા-પિતા
આ જીવનમાં દરેકનાં માતા-પિતા તેમના માટે સારા જ હોય છે પરંતુ અમુક લોકોની સાથે એવી ઘટના પણ થાય છે, જેમનાં માતા-પિતા તેમને પ્રેમ નથી કરતા અને હંમેશા તેમની ભુલોનાં કારણે તેમનાં પર ગુસ્સે થતા રહે છે. આ પ્રકારે પોતાનાં જીવનમાં તે લોકો ખુબ જ પરેશાન હોય છે, જેને સારા પિતા મળી શકતા નથી. આ જીવનમાં આપણને સૌથી વધારે પ્રેમ આપવા વાળા આપણા માતા-પિતા જ હોય છે પરંતુ અમુક લોકોનું ભાગ્ય ખરાબ હોવાનાં કારણે તેમને મા-બાપનો પ્રેમ મળી શકતો નથી.

અમુક લોકોની સાથે એવી ઘટના પણ થાય છે. જેમના માતા-પિતા તેમને બાળપણમાં છોડીને ચાલ્યા જાય છે. એ તો નસીબની વાત છે કે માતા-પિતા તેમને બાળપણમાં જ છોડીને ચાલ્યા ગયા હોય છે પરંતુ તે ખુબ જ દુઃખની વાત હોય છે કે અમુક લોકોને માતા પિતા હોવા છતાં પણ તેમને માતાની મમતા મળી શકતી નથી કારણ કે તેમનાં માતા-પિતા તેમનાં બાળકોને નફરત કરવા લાગે છે.

સારું જ્ઞાન
સંસારમાં લોકો પાસે સારું જ્ઞાન ના હોવાનાં કારણે તે લોકો હંમેશા વધારે દુઃખી રહે છે. હંમેશા લોકોની સામે મજાકનાં પાત્ર બને છે. આપણે સૌથી પહેલા જીવનમાં થોડું સારું કરવા માટે સારું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. તેનાં કારણે આપણે આપણા જીવનમાં સારા કામ કરી શકીએ અને દેશનાં એક સારા નાગરિક બની શકીએ. આ સારું જ્ઞાન આપણને પુસ્તકોમાંથી તથા ગુરુ પાસેથી મળે છે.

આ જ કારણ છે કે આપણા માતા-પિતા બાળપણમાં આપણને સ્કુલે મોકલે છે. ભલે પછી આપણા જીવનમાં આપણે આપણા જ્ઞાનનો વિકાસ કરી શકીએ પરંતુ તે જ્ઞાનને સમજવાની શક્તિ આપણને ભગવાન જ આપે છે. જો આપણી પાસે સારું જ્ઞાન હોય છે તો આપણે દરેક કામને સમજદારીથી સમજી શકીએ છીએ અને ઉંમરની સાથે આપણી સમજદારીને પણ વધારતા રહીએ છીએ. આપણે ભગવાન પાસે સારા જીવન માટે સુખ-સમૃદ્ધિ માંગવી જોઈએ.

એક સારા પરિવારનો સાથ
ભલે આપણો જન્મ કોઈપણ પરિવારમાં કેમ ના થયો હોય પરંતુ તે પરિવાર આપણને દુનિયાનો સૌથી સારો પરિવાર જ લાગે છે અથવા આપણે આપણા પરિવારને કોઈપણ પરિસ્થિતિમાં ખોટો ગણી શકતા નથી કારણ કે પરિવાર આપણા સુખ-દુખનાં ભાગમાં ભાગીદાર હોય છે. એટલા માટે આપણે તેમનાં વિરુદ્ધ ક્યારેય પણ અવાજ ઉઠાવી શકતા નથી. આપણે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ભલે કેટલો પણ મુશ્કેલ સમય કેમ ના હોય, મારા પરિવારની હંમેશા રક્ષા કરજો. એક એવા પરિવારને મેળવવાની કામના કરવી જોઈએ, જેના સદસ્ય એકબીજા સાથે જોડાયેલા રહે. એકબીજાનું ધ્યાન રાખે અને આખી ઉંમર એકબીજાની સાથે રહે.

પરંતુ ઘણા પરિવારમાં એવું થાય છે કે લોકો પોતાનાં પરિવારથી સંતુષ્ટ રહેતા નથી, જેનાં લીધે એકબીજા પ્રત્યે મનમાં દ્વેષની ભાવના ઉત્પન્ન થાય છે. એક સારા પરિવારની સાથે જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ છીએ. મોટામાં મોટી સમસ્યાઓનો સામનો કરીને સંતુષ્ટ રહી શકીએ છીએ. જ્યારે પણ આપણો પરિવાર આપણો સાથ આપે છે ત્યારે આપણે દરેક સમસ્યાનું સમાધાન આપણા પરિવારની મદદથી કરીએ છીએ. ભલે આપણે આપણા જીવનમાં બધું પ્રાપ્ત કરી શકીએ પરંતુ એક સારો પરિવાર આપણને અપાવવો માત્ર ભગવાનની ઈચ્છા હોય છે.

એક સારો જીવનસાથી
ભલે દુનિયામાં લોકો પાસે કેટલી પણ ધન-સંપત્તિ કેમ ના હોય પરંતુ જ્યારે પણ કોઈને જીવનસાથી સારો મળતો નથી તો તે ધન-સંપત્તિ પણ પોતાનાં દુશ્મન સમજવા લાગે છે. આપણે ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરવી જોઈએ કે તે આપણને જીવનભર માટે એક સારા જીવનસાથીનો સાથ આપે, જે આપણી દરેક ભાવનાઓને સમજી શકે અને આપણા સારા જીવન માટે હંમેશા આપણી સાથે રહે.

ઘણીવાર લોકો આ જીવનમાં માત્ર પૈસાની પાછળ ભાગે છે અને પૈસાની લાલચમાં જ ઘણા લોકો પોતાના સારા જીવનસાથીનો સાથ છોડી દે છે. એટલા માટે આપણે ભગવાન પાસે એવું જ માંગવું જોઈએ કે તે આપણને એક સારો જીવનસાથી આપે, જે આખી ઉંમર આપણા સારા-ખરાબ સમયમાં આપણો સાથ આપે અને જીવનમાં આગળ વધવા માટે હંમેશા પ્રેરિત કરીને જીવનને ખુશહાલ બનાવવામાં આપણો સાથ આપે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *