તમારી કુંડળીમાં આ દોષ હોય તો જીવનમાં આ સમસ્યાઓ આવે છે, એકથી એક મુશ્કેલીઓ આવ્યા જ કરે…

તમારી કુંડળીમાં આ દોષ હોય તો જીવનમાં આ સમસ્યાઓ આવે છે, એકથી એક મુશ્કેલીઓ આવ્યા જ કરે…

દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે તે અમીર બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ ક્યારેક આ ઈચ્છા પૂરી થતી નથી. તેની પાછળ કુંડળીમાં દોષ હોય છે. કેટલાક દોષ ખૂબ જ અશુભ પરિણામ આપે છે, જેના કારણે મહેનત કર્યા પછી પણ પરિણામ મળતું નથી. માંદગી, નિષ્ફળતા, અડચણ, વેદના અને નુકસાન વ્યક્તિને બહાર આવવા દેતા નથી અને નિરાશા તેને ઘેરી લે છે. આવી જ એક ખતરનાક દોષનું નામ છે ‘પિતૃ દોષ’

પિતૃ દોષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષની સ્થિતિ હોય છે.તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે. એવું પણ જોવામાં આવ્યું છે કે ટેલેન્ટેડ હોવા છતાં પણ તેને તે સફળતા મળતી નથી જેની તે હકદાર છે. કુંડળીમાં કેવી રીતે બને છે આ ખતરનાક યોગ, ચાલો જાણીએ.

પિતૃ દોષ શા માટે થાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે રાહુ અથવા કેતુ જન્મ પત્રિકામાં નવમા ભાવમાં હોય છે, તો તે વ્યક્તિ પિતૃ દોષથી પીડિત માનવામાં આવે છે. પિતૃ દોષની સ્થિતિ પણ આ લક્ષણોના આધારે સમજી શકાય છે.

પિતૃ દોષના લક્ષણો
પિતૃ દોષના કિસ્સામાં, જ્યારે તે કુંડળીમાં હોય ત્યારે ઘરમાં વિવાદની સ્થિતિ રહે છે. ઘરના વડીલોનું માન ધીમે ધીમે ઓછું થવા લાગે છે. ઘરના વડાને અપમાન સહન કરવું પડે છે. તકરાર અને તણાવની સ્થિતિ યથાવત રહે છે. ઘરમાં પ્રવેશતા જ મન બગડવા લાગે છે. વિવાહિત જીવનમાં મધુરતા નથી અને સતત નુકસાન થાય છે. જમા થયેલી મૂડીનો નાશ થાય છે. વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે. ખરાબ સંગતમાં પડે છે. લગ્નમાં વિલંબ થાય. પ્રમોશનમાં અવરોધ આવે. ઘરમાં કોઈને કોઇ બીમાર રહે.

પિતૃ દોષના ઉપાય
પિતૃ દોષના ઉપાય માટે પિતૃ પક્ષ (ભાદરવો મહિના)નો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓની પૂજા કરવી જોઈએ. પિતૃઓને યાદ કરવા જોઈએ. પૂજા કરતી વખતે પૂર્વજોનું સ્મરણ કરો અને જીવનમાં થયેલી ભૂલોની માફી માગો. કૂતરા, માછલી અને કાગડાને ખોરાક આપો. ગાયને રોટલી આપો. આ સાથે જ અમાસના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવો. આ સાથે જ અમાસની તિથિએ પણ પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *