ગરુડ પુરાણ : આ ૧૦ લોકોનાં ઘરે ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં, તમારા ઘરે ભયંકર ગરીબી આવે છે…

ગરુડ પુરાણ : આ ૧૦ લોકોનાં ઘરે ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં, તમારા ઘરે ભયંકર ગરીબી આવે છે…

હિન્દુ ધર્મમાં રહેલા ૧૮ પુરાણો માંથી એક છે ગરુડ પુરાણ. જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. આ પુરાણમાં શ્રી હરિ નારાયણ અને તેમના વાહન ગરૂડ પક્ષી ની વચ્ચે થયેલી વાતચીતનું વર્ણન છે. સાથોસાથ તેમાં માનવ જાતિના કલ્યાણ માટે નીતિ સાથે જોડાયેલી વાતો નું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે. જેને જો પોતાના દૈનિક જીવનમાં અપનાવી લેવામાં આવે તો ઘણા પ્રકારની મુસીબતો માંથી બચી શકાય છે.

ગરુડ પુરાણના આચાર કાંડમાં જણાવવામાં આવેલ છે કે કોઈપણ વ્યક્તિએ ૧૦ લોકોના ઘરે ભુલથી પણ ભોજન કરવું જોઇએ નહીં. જો કોઈ વ્યક્તિ આ ૧૦ લોકો દ્વારા આપવામાં આવેલી કોઇપણ ચીજ ખાય છે તો તે પાપનો ભાગીદાર બને છે. તેનું કારણ એવું પણ છે કે આપણા વડીલો કહે છે કે જેવું અન્ન ખાશો તેવું તમારું મન થઈ જશે. એટલા માટે કયા લોકોને ત્યાં ભોજન કરવું જોઈએ નહીં, ચાલો તેના વિશે ગરુડ પુરાણ શું કહે છે તે જાણી લઈએ.

ચોર અથવા અપરાધી
જો કોઈ વ્યક્તિ ચોર છે, ન્યાયાલયમાં તેનો અપરાધ સાબિત થઈ ચુક્યો છે તો આવા વ્યક્તિના ઘરે ભોજન કરવું જોઇએ નહીં. આવું કરવાથી તેના પાપ ની અસર સીધા આપણા જીવન ઉપર પડી શકે છે.

ચરિત્રહીન સ્ત્રી
અહીંયા ચરિત્રહીન સ્ત્રી નો અર્થ એવો છે કે જે સ્ત્રી સ્વેચ્છાથી સંપુર્ણ રીતે ધાર્મિક આચરણ કરે છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આવી સ્ત્રીને ત્યાં ભોજન કરે છે તેને પણ તેના પાપનું ફળ પ્રાપ્ત થાય છે.

વ્યાજખોર
જે લોકો બીજાની મજબુરીનો ફાયદો ઉઠાવીને યોગ્ય રૂપથી ખુબ જ વધારે વ્યાજ પ્રાપ્ત કરે છે. ગરુડ પુરાણ અનુસાર તેમના ઘરે પણ ક્યારેય પણ ભોજન કરવું જોઇએ નહીં. ખોટી રીતે કમાવવા માં આવેલું ધન અશુભ ફળ આપે છે.

રોગી વ્યક્તિ
જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર બિમારીથી પીડિત છે. કોઈ વ્યક્તિને ચેપી રોગ થયેલો છે, તો તેના ઘરે પણ ભોજન કરવું જોઇએ નહીં. આવા વ્યક્તિને ત્યાં ભોજન કરીને આપણે પણ તેની બીમારીનો શિકાર બની શકીએ છીએ.

ક્રોધી વ્યક્તિ
અવારનવાર ક્રોધના આવેશમાં વ્યક્તિ સારા અને ખરાબ નો ફરક કરવાનું ભુલી જતો હોય છે, જેના કારણે વ્યક્તિને ખુબ જ નુકસાન સહન કરવી પડે છે. જે લોકો હંમેશા ક્રોધિત રહેતા હોય તેમને ત્યાં ભોજન કરવું જોઇએ નહીં. જો આપણે તેમને ત્યાં ભોજન કરીશું તો તેના ક્રોધના ગુણ આપણી અંદર પ્રવેશ કરી શકે છે.

નપુસંક અથવા કિન્નર
ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે કિન્નરોને દાન આપવું જોઇએ પરંતુ તેમને ત્યાં ભોજન કરવું જોઇએ નહીં. કિન્નર ઘણા પ્રકારના લોકો પાસેથી દાનમાં ધન પ્રાપ્ત કરે છે. તેમને દાન આપવા વાળા લોકો માં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે.

નિર્દયી વ્યક્તિ
જો કોઈ વ્યક્તિ નિર્દયી છે, બીજા પ્રત્યે માનવીઓ ભાવ રાખતો નથી, બધાને કષ્ટ આપે છે તો તેના ઘરે પણ ભોજન કરવું જોઇએ. આવા લોકો દ્વારા કરવામાં આવેલા પૈસાથી બનાવવામાં આવેલું ભોજન ખાવાથી આપણો સ્વભાવ પણ તેમના જેવો બની જાય છે.

ઈર્ષાળુ વ્યક્તિ
ઈર્ષા કરનાર વ્યક્તિ બીજા લોકો ને પરેશાનીઓમાં ફસાવી દે તો હોય છે અને પોતે મજા લેતો હોય છે. આ કામને પણ પાપની શ્રેણીમાં રાખવામાં આવે છે. જેથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી બચવું જોઈએ.

નશાવાળી ચીજો વેચનાર
નશો કરવો પણ પાપની શ્રેણીમાં આવે છે અને જે લોકો નશા વાળી ચીજોનો વેપાર કરે છે ગરુડ પુરાણમાં તેમને ત્યાં ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે.

નિર્દયી રાજા
રાજા નું કર્તવ્ય છે કે પ્રજાનું ધ્યાન રાખે અને પોતાને આધીન રહેવાવાળા લોકો ની આવશ્યકતાઓની પુર્તિ કરે. જે રાજા આ વાતનું ધ્યાન રાખતો નથી અને બધાને પરેશાન કરે છે, તેને ત્યાં પણ ભોજન કરવું જોઇએ નહીં.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *