અનન્યા પાંડેએ ટી-પીસમાં કર્યું બોલ્ડ ફોટોશૂટ, તોડી નાંખી બોલ્ડનેસની તમામ હદો

હાલમાં જ અનન્યા પાંડેએ પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનન્યાએ મિરર વર્ક સાથેનું બ્રેલેટ અને થાઈ હાઈ સ્લિટ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે.
અન્ય ફોટામાં, અભિનેત્રી બિકીની સાથે અનારકલી સ્ટાઈલની શ્રગ પહેરેલી જોવા મળે છે. અનન્યા માટે આ ફોટોશૂટ લાઈફસ્ટાઈલ એશિયા ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
અલગ-અલગ ફોટોઝમાં અભિનેત્રીના ઘણા બિકીની લુક્સ જોવા મળી રહ્યા છે.તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લિગર’માં અનન્યાની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં તે સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડાની સાથે જોવા મળી હતી. આ બધા વચ્ચે અનન્યાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં અનન્યાની ગ્લેમરસ સ્ટાઈલ દરેકને પસંદ આવી રહી છે.અનન્યા ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે.