ખુબ જ મોટો નામચીન ડોક્ટર સારવાર કરીને કરતો લોકોના જીવ લેવાના કાવતરા, બાતમી મળતા જ પોલીસને મારવો પડ્યો છાપો..! વાંચો..

રાજ્યમાં ડોક્ટરનું ભણવું ખૂબ જ અઘરું છે. કારણ કે મેડિકલ કોલેજોમાં ભણવા માટેની સીટો ખૂબ જ ઓછી છે. જ્યારે ડોક્ટર બનવાના સપના ઘણા લોકો જોઈને બેઠા છે. જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થાય છે તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ડોક્ટરનું ભણવાની તક મળતી હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે છે. તેઓને ગુજરાત મુકવાની ફરજ પડે છે..
અથવા તો કોઈ બીજો કોર્સ કરવો પડતો હોય છે. આપણે છેલ્લા છ મહિનાની અંદર અંદર ગુજરાતમાંથી એવા ઘણા બધા ડોક્ટરો ના બનાવો સાંભળ્યા કે જેવો પાસે મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ ક્લિનિક ચલાવતા હોય છે. અને લોકોના સ્વાસ્થ્યને સાથે ચેડા કરતા હોવાની બાબતો પણ સામે આવી હતી.
કોરોનાના સમયમાં ડોક્ટરોએ ભગવાન બનીને દેશના લોકોની મદદ કરી હતી. તેમજ સેવા પણ કરી હતી. કરીને પોતાના જીવને જોખમમાં નાખ્યા બાદ પણ તેઓ દર્દીઓના જીવ બચાવી રહ્યા હતા. પરંતુ હાલ અમુક ડોક્ટરોની એવી કાળી કરતુંતો સામે આવી છે કે, જે સાંભળતાની સાથે જ તમે હચમચી જ હશો..
આવા અમુક લોકોને કારણે ડોક્ટરનું નામ બદનામ થઈ રહ્યું છે. અત્યારે રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના ગુંદાળા ગામમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર ઝડપાયો છે. રાજ્યમાં છેલ્લા 2 મહિનાથી સતત બોગસ ડોક્ટર ઝડપાવાની કામગીરીઓ શરુ થઈ છે. આ સીલસીલો સતત યથાવત થયો છે.
રોજ રોજ જુદા જુદા જીલ્લાઓમાંથી આવા નકલી, બોગસ અને ડીગ્રી વગરના અભણ ડોકટરોનો પર્દાફાશ થાય છે. વડોદરા, રાજકોટ, ભરૂચ અને નર્મદાના અંતરિયાળ ગામોમાંથી આવા કેટલાય નામચીન ડોક્ટર પકડાઈ ચુક્યા છે અને હવે વધુ એક વાર રજકોટના વિંછીયામાંથી ડોક્ટરની કાળી કરતૂતો સામે આવી છે..
આ ડોક્ટરનું નામ રમેશ બાવળીયા છે. આ ડોક્ટર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો અને લોકોની ઉલટી ચતી સારવાર કરી નાખતો હતો. આવા બોગસ ડોક્ટર પાસે સારવાર કરાવવાથી જીવએ ખુબ જ મોટું જોખમ રહે છે. કારણ કે આ ડોક્ટરને બીમારીનો કોઈ ચોક્કસ ખ્યાલ રેહતો નથી અને મન ફાવે તેવી દવાઓ આપી દેતા હોઈ છે.
પોલીસને બાતમી મળી હતી એ મુજબ દરોડા પાડતા જ આ ડોક્ટરની પોલ ખુલી પડી હતી. ડોક્ટરના દવાખાનામાંથી કુલ 9700 રૂપિયાની દવા, ઇન્જેક્શન અને સિરીંજ મળી આવી હતી. આ તમામ જથ્થાને પોલીસે પકડી પડ્યો છે અને તેની સાથે સાથે આ બોગસ ડોક્ટરને પણ પકડી પાડ્યો છે.