બોટાદમાં કોરોના વાયરસના 25 કેસ નોંધાયા, 110 દર્દી સ્વસ્થ થયા…

કોરોના વાયરસના કેસ રોજ વધી રહ્યા છે પરંતુ કોરોનાના દર્દીઓ ઝડપી સ્વસ્થ થતા લોકોને રાહત થઈ છે. ભાવનગર શહેર આજે સોમવારે કોરોનાના વધુ રપ કેસ નોંધાયા હતાં. દર્દીઓના કોરોનાના રીપોર્ટ પોઝિટિવ આવતા કોરોનાની સારવાર હાથ ધરવામાં આવી છે. આજે કોરોનાના ૧૧૦ દર્દી સ્વસ્થ થયા હતાં. હાલ ૧૪૬ દર્દી સારવાર હેઠળ છે. કેટલાક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોનાના વધુ રપ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં રપ કેસ હતા, જયારે જિલ્લામાં ર૪ કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરના ટોપ થ્રી સર્કલ, શ્રીનાથજીનગર, ભરતનગર, રૂપાણી, હિલડ્રાઈવ, મેઘાણી સર્કલ, સુભાષનગર, ઘોઘાસર્કલ, કાળીયાબીડ, આનંદનગર, શીવાજી સર્કલ સહિતના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતાં. આ દર્દીઓની તબીયત ખરાબ થતા કોરોનાના રીપોર્ટ કરવામાં આવ્યા હતાં.
કોરોનાના રીપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓની સારવાર હાથ ધરવામાં આવી હતી. શહેરમાં આજે કોરોનાના પ૬ દર્દી સ્વસ્થ થયા હતાં. શહેરમાં હાલ કોરોનાના ૧૪૬ દર્દી સારવાર હેઠળ છે, જેમાં માત્ર ૪ દર્દી હોસ્પિટલમાં છે, જયારે અન્ય તમામ દર્દી ઘરે સારવાર લઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ર૧,પપ૧ કેસ નોંધાયા છે, જેમાં ર૧,ર૧ર દર્દી સ્વસ્થ થયા છે તેમ મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
જિલ્લામાં આજે કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી પરંતુ કોરોનાના પ૪ દર્દી સ્વસ્થ થયા હતાં. જિલ્લામાં હાલ રર દર્દી સારવાર હેઠળ છે, જેમાં ર દર્દી હોસ્પિટમાં છે, જયારે અન્ય તમામ દર્દી ઘરે સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮પર૧ કેસ નોંધાયા છે, જયારે ૮૩૩૧ દર્દી સ્વસ્થ થયા છે. શહેરમાં કોરોનાના ૧૪૬ અને જિલ્લામાં રર મળી કુલ ૧૬૬ દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે શહેરીજનોએ નિયમનુ પાલન કરવુ જરૂરી છે.